બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / મુકેશ અંબાણીથી ઈરફાન પઠાણ સુધીના 5 ફ્રેન્ડ, વરસાદ વચ્ચે પણ પહોંચ્યા આમિરના લગ્નમાં
Last Updated: 11:32 PM, 5 July 2026
બોલીવુડ એક્ટર આમિર ખાને બાંદ્રામાં આવેલા ઘરે તેના ત્રીજા લગ્ન કર્યા છે. તેને કોર્ટ મેરેજ દ્વારા તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કર્યા હતા. જેમાં પરિવાર અને સંબંધીઓ હાજર રહ્યા હતા, જેમાં આર્ટ અને પોલીટીક્સની દુનિયાના અમુક ક્લોઝ સાથીઓ પણ સામેલ હતા. જેમાં 61 વર્ષની ઉંમરે આ એક્ટરે ત્રીજા લગ્ન કર્યા છે. હવે આ કપલ પરિણીત છે અને લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
આમિર ખાને લગ્નમાં ખૂબ ઓછા લોકોને ઇન્વીટેશન આપ્યું હતું. લગ્નમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો જોવા મળ્યા ન હતા. જેમાં થોડા ખાસ મહેમાનોનો સમાવેશ થયો હતો. જેમાં દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ લગ્નમાં હાજરી આપી હતી. ક્રિકેટર ઇરફાન પઠાણને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ચાલો જોઈએ કે લગ્નમાં કયા પાંચ ખાસ મહેમાનો હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ મિત્ર આમિર ખાનના લગ્નમાં હાજરી આપી હતી. આમિર ખાને મુકેશના ત્રણેય બાળકોના લગ્નમાં હાજરી આપી હતી અને અંબાણી પરિવારના કોઈપણ કાર્યક્રમને ક્યારેય મિસ કરતા નથી. હવે આમિર ખાને તેમને તેમની ખાસ ક્ષણોનો ભાગ બનવા માટે ઇન્વિટેશન આપ્યું હતું. મુકેશ અંબાણી મુંબઈના ભારે વરસાદમાં આવેલા આમિર ખાનના ઘરે તેમના લગ્નની શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા.
#WATCH | Mumbai, Maharashtra: Reliance Industries Limited Chairman and Managing Director Mukesh Ambani arrives at the residence of actor Aamir Khan.
— ANI (@ANI) July 5, 2026
Actor Aamir Khan and Gauri Spratt are getting married today at the actor's Mumbai home. pic.twitter.com/i1kHBCuMta
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ પણ આમિર ખાનના જૂના ફ્રેન્ડ છે અને તેમને આમિર ખાનના લગ્નમાં ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું. તેઓ પણ આમિર ખાનના લગ્ન સમારોહમાં વરસાદમાં તૈયાર થઈને પહોંચ્યા હતા.
ADVERTISEMENT
Dear Amir Bhai & Gauri,
— Irfan Pathan (@IrfanPathan) July 5, 2026
Heartiest congratulations on your wedding! ❤️ Wishing you both a lifetime of love, happiness, laughter, and togetherness. May Allah bless your beautiful journey with endless joy and countless blessings.
So happy for you both, congratulations once again! pic.twitter.com/b6NVEoUw34
ADVERTISEMENT
મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પણ આમિર ખાનના લગ્નમાં હાજરી આપી હતી. જેમાં તેમને આમિર ખાનને અભિનંદન આપ્યા હતા. આમિર ખાનથી પરિચિત દરેક વ્યક્તિ જાણે છે કે તેમની વચ્ચે ગાઢ મિત્રતા છે અને તેઓ એકબીજાનું ખૂબ સન્માન કરે છે.
#WATCH | Mumbai, Maharashtra: MNS chief Raj Thackeray arrives at the residence of actor Aamir Khan.
— ANI (@ANI) July 5, 2026
Actor Aamir Khan and Gauri Spratt are getting married today at the actor's Mumbai home. pic.twitter.com/ugn0oXGz2a
ADVERTISEMENT
આશુતોષ ગવારકર
લગાન ફિલ્મના ડાયરેક્ટર આશુતોષ ગવારકરે પણ આમિર ખાનના લગ્નમાં હાજરી આપી હતી. આબંને લગાન ફિલ્મ પહેલાથી જ ફ્રેન્ડ છે. જેમાં આશુતોષ ગવારકર આમિર ખાનની પહેલી ફિલ્મ હોલીનો હિસ્સો હતા. તેઓએ આઇકોનિક ફિલ્મ લગાન બનાવી હતી જે આજે પણ લોકોને ગમે છે.
એલી અવરામ જેમણે આમિર ખાન સાથે કામ કર્યું છે તેમણે પણ આમિરના લગ્નમાં હાજરી આપી હતી. તે આ લગ્નમાં પિંક કલરની સાડીમાં જોવા મળી હતી અને એકદમ ખુબસુરત લાગતી હતી. તે પણ મુશળધાર વરસાદનો સામનો કરીને આમિર ખાનના લગ્ન અટેન્ડ કરવા આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.