બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આખો દિવસ ઓફિસ ખુરશીમાં બેસી રહેવાથી જોખમ, આ ડેસ્ક વર્કઆઉટ કરવાથી સરળતાથી જોખમ થઈ જાય છે ઓછું

હેલ્થ / આખો દિવસ ઓફિસ ખુરશીમાં બેસી રહેવાથી જોખમ, આ ડેસ્ક વર્કઆઉટ કરવાથી સરળતાથી જોખમ થઈ જાય છે ઓછું

Nirav Kumar

Last Updated: 10:37 PM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેસ્ક વર્કનું પ્રમાણ વધ્યું છે. તેના કારણે અમુક બીમારીઓનું જોખમ પણ વધી ગયું છે. એવામાં તમે અમુક સાવ સરળ ડેસ્ક વર્કઆઉટ કરી શકો છો.

અત્યારના જમાનામાં લોકોમાં ડેસ્ક વર્કનું પ્રમાણ વધ્યું છે. જેમાં તેઓ આખો દિવસ ખુરશીઓમાં બેસીને પસાર કરે છે. સવારે ઓફિસ પહોંચ્યાથી લઈને સાંજે ઘરે પાછા ફર્યા દરમિયાન અનેક લોકો 8 થી 9 કલાક સતત બેસી રહે છે. પરંતુ લાંબા સમય સુધી બેસી રહેવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે? તેની બધાને જાણ નથી હોતી.

આ અંગેની અનેક સ્ટડી જણાવે છે કે, લાંબા સમય સુધી બેસી રહેવાથી શરીર માટે ધૂમ્રપાન કે મેદસ્વીપણું જેટલું જ હાનિકારક છે. આથી જ ડોકટરો અને ફિટનેસ એક્સપર્ટ હવે ઓફિસ કર્મચારીઓને વારંવાર ઉઠવા અને ફરવાની સલાહ આપે છે.

  • આ બીમારીનું વધી શકે છે જોખમ

લાંબા સમય સુધી બેસી રહેવાથી પીઠ અને ગરદનમાં દુખાવો જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે, કેમ કે લાંબા સમય સુધી બેસી રહેવાથી કરોડરજ્જુ પર સતત દબાણ આવે છે. આ સિવાય ખભા ઢળવા લાગે છે અને પીઠની પોશ્ચર બગડે છે.સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું છે કે જે લોકો દિવસમાં 8 કલાકથી વધુ સમય સુધી બેસે છે તેમને હાર્ટ ડીઝીઝનું જોખમવધી જાય છે. તેનાથી મેદસ્વીપણું , ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ પણ વધી શકે છે. કેમ કે લાંબા સમય સુધી બેસી રહેવાથી શરીરની કેલરી બર્ન કરવાની ક્ષમતા ઘટે છે.

  • ડેસ્ક વર્કઆઉટ્સ

જેમાં અનેક લોકો વિચારે છે કે આવી પરિસ્થિતિમાં શું કરવું. જેમાં એક્સપર્ટ સલાહ આપે છે કે બેસીને સરળ કસરતો કરવાથી તેની અસરો ઓછી થઈ શકે છે. જેમ કે દર અડધા કલાકે થોડી મિનિટો માટે ઉભા રહેવું અને ચાલવું. ખુરશીમાં બેસતી વખતે ધીમે ધીમે તમારી ગરદનને ડાબે અને જમણે અને ઉપર અને નીચે ખસેડવાથી ગરદનની જડતા ઘટી શકે છે.

વધુ વાંચો : વધ્યું છે કોલેસ્ટ્રોલ? દવાઓ વગર આ ચીજોથી થઈ જશે કન્ટ્રોલમાં

આ સિવાય ડેસ્ક વર્કઆઉટ્સમાં ખુરશીમાં બેસતી વખતે તમારા પગ સીધા કરવા, તમારા પગની ઘૂંટીઓ ઉપર અને નીચે ખસેડવા અને તમારા કાંડા ફેરવવા જેવી નાની કસરતો પણ સરળતાથી કરી શકાય છે. જેમાં બેસતી વખતે કમરને સહેજ જમણી અને ડાબી તરફ ફેરવવાથી એટલે કે ખુરશી ફેરવવાથી પીઠને રાહત મળે છે અને બોડી રીલેક્સ ફિલ કરે છે.


(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

desk workout desk work reduce risk
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ