બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું દરરોજ સવારે ખાલી પેટ પાણી પીવાના કોઈ ફાયદા છે?

હેલ્થ / શું દરરોજ સવારે ખાલી પેટ પાણી પીવાના કોઈ ફાયદા છે?

Nirav Kumar

Last Updated: 07:49 PM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારે ખાલી પેટે પાણી પાવાના અનેક હેલ્થ બેનીફીટ છે. પણ સવારે ખાલી પેટ પાણી પીતી વખતે કઈ બાબત ધ્યાનમાં લેવી જોઈએ તે અહીંયા જાણીએ.

પાણી શરીર માટે સૌથી જરૂરી પોષક તત્વો છે. તે શરીરને હાઇડ્રેટેડ રાખે છે, શરીરના તાપમાનને કંટ્રોલ કરે છે, પોષક તત્વોનું વહન કરે છે અને શરીરની સામાન્ય કામગીરી જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આથી જ પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું કહેવામાં આવે છે. જેમાં સવારે ખાલી પેટે પાણી પીવાને ખુબ ગુણકારી માનવામાં આવે છે.

ખાલી પેટે પાણી પીવા અંગે ઘણા સમયથી અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. જેમાં અમુક લોકો તેને તેમની ડેઇલી રૂટીનનો એક હિસ્સો માને છે. જ્યારે અમુક લોકો તેના બેનીફીટ વિશે મૂંઝવણમાં છે. આથી આ વિષય પર ઉપલબ્ધ વૈજ્ઞાનિક પુરાવાઓને સમજવું જરૂરીછે. તો ચાલો સવારે ખાલી પેટે પાણી પીવાના ફાયદાઓ, દિવસભર શરીરને હાઇડ્રેટ રાખવા માટે કેટલું પાણી જરૂરી છે અને પાણી પીતી વખતે કઈ સાવધાનીઓરાખવી તે જાણીએ.

  • સવારે ખાલી પેટે પાણી પીવાના ફાયદા

જાગતી વખતે પાણી પીવાથી રાત્રે ઊંઘ બાદ શરીરને રિહાઇડ્રેટ કરવામાં મદદ મળી શકે છે. જેમાં શરીરના સામાન્ય કાર્ય, પાચન, શરીરના તાપમાનને કંટ્રોલ કરવા અને સમગ્ર શરીરમાં પોષક તત્વોના પરિવહન માટે પૂરતું પાણી પીવું જરૂરી છે.

પરંતુ તાજેતરમાં એવા કોઈ મજબૂત વૈજ્ઞાનિક પુરાવા નથી કે સવારે ખાલી પેટ પાણી પીવાથી દિવસના બીજા કોઈપણ સમયે પાણી પીવા કરતાં વધુ કે યુનિક હેલ્થ બેનીફીટ લાભ મળે છે. એક્સપર્ટ કહે છે કે સૌથી જરૂરી બાબત એ છે કે વ્યક્તિની જરૂરિયાત મુજબ દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવું. તે માત્ર સવારે ખાલી પેટ પાણી પીવા વિશે નથી પરંતુ દિવસભર સારી રીતે હાઇડ્રેટેડ રહેવા વિશે છે.

  • દિવસભર શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે કેટલું પાણી જરૂરી?

પાણીની જરૂરિયાત વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. તે ઉંમર, હવામાન, ફિઝિકલ એક્ટિવિટી અને હેલ્થની સ્થિતિના આધારે બદલાય છે. સામાન્ય રીતે તરસ લાગે ત્યાં સુધી રાહ જોવાને બદલે દિવસભર થોડી માત્રામાં પાણી પીવું વધુ સારું માનવામાં આવે છે. જેમાં ગરમી, વધુ પડતો પરસેવો કે કસરત દરમિયાન પાણીની જરૂરિયાત વધી શકે છે. પાણી સિવાયફળો, શાકભાજી, દૂધ અને બીજા લીક્વીડ પણ શરીરને હાઇડ્રેટેડ રાખી શકેછે. પેશાબનો આછો પીળો રંગ પૂરતા હાઇડ્રેશનનો સામાન્ય સંકેત માનવામાં આવે છે.

વધુ વાંચો : પાઈલ્સ જ નહીં પરંતુ આ બીમારીઓનું પણ ઘર હોય છે કબજિયાત, આ સંકેતોને ઓળખો

  • સવારે ખાલી પેટ પાણી પીતી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબત ?

સવારે ઉઠ્યા બાદ ધીમે ધીમે પાણી પીવો અને એક જ સમયે વધુ પડતું પાણી પીવાનું ટાળો. તમારી તરસ અને શરીરની જરૂરિયાતો મુજબ પાણી પીવો. દિવસભર નિયમિત સમયે પાણી પીવો અને માત્ર સવારના પાણી પર ડીપેન્ડ ન રહો. જો તમને કિડની, હૃદય કે બીજી કોઈ બીમારી હોય જેના માટે તમારે પાણીનું સેવન લીમીટેડ કરવાનું હોય તો તમારા ડૉક્ટરના આદેશ મુજબ જ પાણી પીવો. સંતુલિત આહાર અને હેલ્થી લાઈફસ્ટાઈલ સાથે પૂરતું પાણી પીવું સારા સ્વાસ્થ્ય માટે જરૂરી માનવામાં આવે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

nutrient empty stomach drinking water
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ