બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પાઈલ્સ જ નહીં પરંતુ આ બીમારીઓનું પણ ઘર હોય છે કબજિયાત, આ સંકેતોને ઓળખો
Last Updated: 05:05 PM, 28 June 2026
કબજિયાત તમામ ઉંમરના લોકોને થઇ શકે છે. જ્યારે મળ પસાર કરવામાં તકલીફ થાય મળ કઠણ થઈ જાય કે પેટ ઘણા દિવસો સુધી બરાબર સાફ ન થાય તો તેને કબજિયાતની સમસ્યા માનવામાં આવે છે. ઘણીવાર લોકો તેને નોર્મલ સમસ્યા ગણીને અવોઇડ કરે છે, પરંતુ લાંબા ગાળાની કબજિયાતની સમસ્યા રોજિંદા જીવનને અસર કરી શકે છે. જેમાં ખાવા પીવાની ખોટી આદતો, પૂરતું પાણી ન પીવું, ફાઈબરની ઉણપ, શારીરિક પ્રવૃત્તિ ન કરવી જેવી બાબતોથી આ સમસ્યા થઇ શકે છે.
ADVERTISEMENT
કબજિયાતને લીધે અનેક લોકોને મળત્યાગ વખતે જોર લગાવવું પડે છે. જેનાથી પાઈલ્સ જેવી સમસ્યાઓનું જોખમ વધી શકે છે. જેમાં ગુદા કે ગુદામાર્ગના નીચેના ભાગમાં નસોમાં સોજો આવી જાય છે, જેનાથી મળમાં દુખાવો કે રક્તસ્રાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. પણ કબજિયાતની અસર માત્ર પાચનતંત્ર પૂરતી લીમીટેડ નથી. આથીજો કબજિયાત લાંબા સમય સુધી ચાલુ રહે છે તો તેને અવોઇડ ન કરવું જોઈએ. ચાલો જાણીએ કે કબજિયાતથી કઇ બીજી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
લાંબા સમય સુધી કબજિયાતની સમસ્યાના લીધે પાઈલ્સનું કારણ બની શકે છે. સાથે તે બીજી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ પણ વધારી શકે છે. મળત્યાગ વખતે વારંવાર જોર લગાવવાથી એનલ ફિશર થઈ શકે છે એટલે કે ગુદાની ચામડીમાં તિરાડ પડી શકે છે જે ગંભીર પીડા અને રક્તસ્રાવનું કારણ બની શકે છે. અમુક લોકોમાં રેક્ટલ પ્રોલેપ્સનું જોખમ એટલે કે ગુદામાર્ગનો અમુક ભાગ બહાર આવતો હોય તે પણ વધી શકે છે, ખાસ કરીને જો લાંબા સમય સુધી ગંભીર કબજિયાત હોય ત્યારે આ સમસ્યા જોવા મળે છે.
ADVERTISEMENT

આ સિવાય કબજિયાતને કારણે પેટ ફૂલવું, ગેસ, પેટમાં દુખાવો અને અપચો જેવી પાચન રીલેટેડ સમસ્યાઓ પણ થઈ શકે છે. જો કબજિયાત લાંબા સમય સુધી ચાલુ રહે તો મળ કઠણ થઈ શકે છે અને મોટા આંતરડામાં ભેગું થઈ શકે છે, જેને ફેકલ ઈમ્પેક્શન કહેવાય છે. આથી સતત કબજિયાત રહે તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
ADVERTISEMENT
જો કબજિયાત ઘણા દિવસો દેખાય અને મળત્યાગ દરમિયાન તીવ્ર દુખાવો થતો હોય, મળમાં લોહી દેખાતું હોય, પેટમાં સતત દુખાવો કે સોજો રહેતો હોય, કોઈ કારણ વગર વજન ઓછું થતું હોય, વારંવાર ઉલ્ટી થતી હોય તો આ લક્ષણો અવોઇડ ન કરવા જોઈએ. આ કેટલીક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાના સંકેત પણ હોઈ શકે છે. આ સિવાય જો તાવ, સતત કમજોરી કે કબજિયાતની સાથે એનિમિયાના લક્ષણો જોવા મળે તો જલદી ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ.
ADVERTISEMENT
કબજિયાતથી બચવા માટે દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને ફાઇબરયુક્ત આહાર લો. જેમાં ફળો, લીલી શાકભાજી, અનાજ અને કઠોળ ખાઓ. નિયમિત ફીઝીકલ એક્ટીવીટી કરો કે હળવી કસરત કરો અને ક્યારેય શૌચ કરવાની ઇચ્છાને દબાવશો નહીં.
ADVERTISEMENT
આ સિવાય પ્રોસેસ્ડ અને જંક ફૂડનું સેવન સાવ લીમીટેડ કરો. જો લાઈફસ્ટાઇલમાં બદલાવ છતાં કબજિયાત લાંબા સમય સુધી ચાલુ રહે છે તો પછી સહેજ પણ મોડું કાર્ય વગર તેનું ચોક્કસ કારણ અને સારવાર માટે ડૉક્ટર પાસે જાઓ.
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.