બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 07:07 PM, 7 July 2026
1/7
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં રાહુનું ગોચર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 30 June ના રોજ રાહુએ ધનિષ્ઠા નક્ષત્રમાં સ્પષ્ટ ગોચર (પ્રવેશ) કરી લીધો છે અને હવે રાહુ અહીં 15 November 2027 સુધી બિરાજમાન રહેશે. ધનિષ્ઠા નક્ષત્રના સ્વામી મંગળ દેવ છે, જેમને જ્યોતિષમાં ઉર્જા, સાહસ, ભૂમિ અને પરાક્રમના કારક માનવામાં આવે છે. રાહુનો મંગળના નક્ષત્ર સાથેનો આ સંયોગ એક પ્રકારનો અંગારક, વિસ્ફોટક અને અત્યંત ઉર્જાવાન યોગ બનાવે છે. આ ગોચર દેશની 5 રાશિઓ માટે અચાનક ધનલાભ અને મોટી સફળતા લઈને આવ્યું છે.
2/7
મેષ રાશિના સ્વામી ખુદ મંગળ દેવ છે, તેથી આ ગોચર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. અસર: તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓ (Seniors) તમારા કામની પ્રશંસા કરશે અને કોઈ મોટી બિઝનેસ ડીલ ફાઇનલ થઈ શકે છે. સાવધાની: નોકરી કે બિઝનેસમાં ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવો. ભાઈ-બહેનો સાથે વિવાદ ટાળવો અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું.
3/7
આ ગોચર તમારી માનસિક સ્થિતિ અને ભવિષ્યની યોજનાઓ પર સકારાત્મક અસર કરશે. અસર: તમારા મગજમાં નવા અને ઇનોવેટિવ વિચારો આવશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લાંબી મુસાફરીથી મોટો લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જૂનું અટકેલું ધન પાછું મળી શકે છે. નવા સ્ટાર્ટઅપ કે બિઝનેસમાં રોકાણ માટે આ શ્રેષ્ઠ સમય છે. સાવધાની: એકસાથે અનેક કામો હાથમાં લેવાથી બચવું. કોઈ પણ કાનૂની દસ્તાવેજ વાંચ્યા વિના સાઇન ન કરવા.
4/7
રાહુનું આ ગોચર તમારા લાભ સ્થાન અને સામાજિક વર્તુળને પ્રભાવિત કરવા જઈ રહ્યું છે. અસર: તમારી અધૂરી ઈચ્છાઓ પૂરી થશે. વેપારમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. સમાજના પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક વધશે અને પૈતૃક સંપત્તિથી લાભ થવાના યોગ છે. રાજકારણ કે વહીવટી સેવાઓ સાથે જોડાયેલા લોકોને મોટું પદ કે જવાબદારી મળી શકે છે. સાવધાની: પ્રેમ સંબંધોમાં અહંકાર (Ego) વચ્ચે ન લાવવો. મિત્રો કે મોટા ભાઈઓ સાથે નાણાકીય બાબતો સ્પષ્ટ રાખવી.
5/7
કન્યા રાશિના જાતકો માટે આ ગોચર કરિયર અને દશમ ભાવ પર સીધી અસર કરશે. અસર: નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાના પ્રબળ યોગ છે. બેરોજગાર લોકોને મનપસંદ નોકરી મળી શકે છે અને કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. સાવધાની: ઓફિસ પોલિટિક્સ (Office Politics) થી બિલકુલ દૂર રહેવું. વરિષ્ઠો સાથે દલીલબાજી ટાળવી અને નમ્રતાથી કામ લેવું.
6/7
ધનુ રાશિના જાતકોના વૈવાહિક જીવન અને પાર્ટનરશિપના ભાવ પર આની અસર જોવા મળશે. અસર: બિઝનેસ પાર્ટનરશિપમાં નવી તકો મળશે અને વેપારનો વિસ્તાર થશે. જીવનસાથી સાથે બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે. વિદેશ યાત્રા અથવા લાંબી મુસાફરીથી ધન લાભ થશે. નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બનશે. સાવધાની: જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. નાની-નાની બાબતોમાં પાર્ટનર પર અવિશ્વાસ કે શંકાની સ્થિતિ ઊભી થવા ન દેવી.
7/7
જો આ ગોચર દરમિયાન નકારાત્મકતા અનુભવાય, તો નીચેના બે સરળ ઉપાયો કરવાથી રાહત મળશે: હનુમાન ચાલીસાના નિયમિત પાઠ: મંગળના કુપ્રભાવ અને અંગારક દોષને શાંત કરવા માટે દરરોજ અથવા દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણના પાઠ કરવા જ જોઈએ. પક્ષીઓને ચણ (સપ્તધાન્ય) નાખવું: રોજ સવારે પક્ષીઓને 7 પ્રકારના અનાજ મિક્સ કરીને ખવડાવવાથી રાહુના દોષો દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ