બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઓનલાઇન ખરીદી કરનારા ધ્યાન રાખજો! આ 4 ભૂલ કરવી પડી શકે છે ભારે

photo-story

5 ફોટો ગેલેરી

જાણવું જરૂરી / ઓનલાઇન ખરીદી કરનારા ધ્યાન રાખજો! આ 4 ભૂલ કરવી પડી શકે છે ભારે

Last Updated: 06:25 PM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Online Shopping Fraud Alert: શું તમે જાણો છો કે ઓનલાઇન ખરીદી કરતી વખતે કરવામાં આવતી કઈ ચાર ભૂલો તમને છેતરપિંડીનો શિકાર બનાવી શકે છે? આવો જાણીએ.

1/5

photoStories-logo

1. ઓનલાઇન શોપિંગ કરતી વખતે ધ્યાન રાખજો

આજકાલ મોટા ભાગના લોકો ઓનલાઇન શોપિંગ પર નિર્ભર હોય તેવું લાગે છે. તેમને ક્યાંય જવાની જરૂર પડતી નથી અને તેઓ પોતાની પસંદગીની વસ્તુઓ સીધી તેમના ઘરે મંગાવી શકે છે. આ ઉપરાંત, લોકોને ઉત્પાદનો પરત કરવાનો વિકલ્પ પણ પસંદ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઓનલાઇન ખરીદી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? કારણ કે એક નાનકડી ભૂલ પણ તમને છેતરપિંડીનો શિકાર બનાવી શકે છે. આવો જાણીએ કે ઓનલાઇન ખરીદી દરમિયાન કઈ સાવચેતીઓ રાખવી જોઈએ. તેના વિશે જાણીએ...

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બેંકિંગ ડિટેલ સેવ ના કરવાથી બચો

ઘણા લોકોને તેમની બેંક ડિટેલ્સ જેમ કે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ નંબર - શોપિંગ એપ્સ અથવા વેબસાઇટ્સ પર સાચવવાની આદત હોય છે.જોકે, તમારે આ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તે તમારી બેંક માહિતીને જોખમમાં મૂકી શકે છે. તેના બદલે, ખરીદી કરતી વખતે જ તમારી વિગતો ભરો અને તેને સેવ કરશો નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. અજાણી લિંક પર ક્લિક ના કરો

તમને ઘણીવાર વોટ્સએપ, મેસેજ અને તેના જેવા પ્લેટફોર્મ દ્વારા શોપિંગ લિંક્સ મળે છે.આ મેસેજીસ દાવો કરે છે કે લિંક દ્વારા ખરીદી કરવાથી તમને મોટી છૂટ મળી શકે છે.જોકે, આ લિંક્સ પર ક્લિક કરવાની ભૂલ ન કરો.આમ કરવાથી ફ્રોડ થઈ શકે છે, કારણ કે આ સ્કેમર્સ દ્વારા મોકલવામાં આવેલી નકલી લિંક્સ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. દરેક એપ પર વિશ્વાસ ના કરો

ઘણી એપ્લિકેશન્સ નકલી હોય છે. તેનાથી દૂર રહો અને તેના દ્વારા ક્યારેય ખરીદી ન કરો.ઘણી એપ્લિકેશન્સ અગાઉથી પૈસા લઈ લે છે અને પછી ગાયબ થઈ જાય છે. તેથી, હંમેશાં વિશ્વસનીય એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને ખરીદી કરો અને 'કેશ ઓન ડિલિવરી' વિકલ્પ દ્વારા ઓર્ડર આપવાનો પ્રયાસ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કેશ બેક અને ઓફર્સથી બચો

આપણે સોશિયલ મીડિયાના યુગમાં જીવીએ છીએ. ફ્રોડ કરનારાઓ ઘણીવાર કેશબેક અને આકર્ષક ઓફરોના વચન આપતા મેસેજ મોકલે છે.તેમના પર વિશ્વાસ ન કરો, નહીંતર તમે કૌભાંડનો ભોગ બની શકો છો. (Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

shopping online Tips Online Shopping Fraud Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ