બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / વહેલી સવારે 4 વાગ્યે શું થયું અમિતાભ બચ્ચનને? X પર લખી એવી પોસ્ટ, વિવાદ છેડાઈ ગયો
5 ફોટો ગેલેરી
Last Updated: 05:37 PM, 7 July 2026
1/5
બોલિવૂડના સદબહાર સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની એક સોશિયલ મીડિયા પોસ્ટે ઇન્ટરનેટ પર ફરી એકવાર નવી ચર્ચા છેડી દીધી છે. તાજેતરમાં જ ફ્રાન્સની ફૂટબોલ ટીમ અંગે તેમણે કરેલી એક ટિપ્પણી વિવાદોમાં ઘેરાયેલી હતી, અને તેવામાં જ અભિનેતાએ વહેલી સવારે એક એવો મેસેજ શેર કર્યો છે જેણે તેમના ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સને ભારે મૂંઝવણમાં મૂકી દીધા છે. લોકો હવે આ પોસ્ટ પાછળનો અસલી અર્થ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
2/5
83 વર્ષના અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના વિચારો ફેન્સ સાથે શેર કરતા રહે છે. જો કે, આ વખતે તેમણે સવારે આશરે 4 વાગ્યે એક્સ હેન્ડલ પર એક મેસેજ પોસ્ટ કર્યો, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બિગ બીએ પોતાની વાયરલ પોસ્ટમાં લખ્યું છે - સમય સાથે દરેક મહાનતા ઝાંખી પડી જાય છે. આ એક સાદું વાક્ય હોવા છતાં, સોશિયલ મીડિયા પર તેની અલગ-અલગ વ્યાખ્યાઓ શરૂ થઈ ગઈ છે. ઘણા યુઝર્સ એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે અમિતાભ બચ્ચને આ વાત કયા સંદર્ભમાં કહી છે.
3/5
રસપ્રદ વાત એ છે કે એક્સ પર આ પોસ્ટ કર્યાના થોડા જ સમય બાદ અમિતાભ બચ્ચને ફેસબુક પર પણ એક નાનો મેસેજ શેર કર્યો હતો. તેમણે લખ્યું - "શું સમજ્યા??" બસ, આ એક સવાલે સોશિયલ મીડિયા પર અટકળોને વધુ વેગ આપ્યો. લોકોએ તેને તેમની અગાઉની પોસ્ટ સાથે જોડીને જોવાનું શરૂ કર્યું અને પોતપોતાની રીતે અર્થ કાઢવા લાગ્યા.
4/5
ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે અમિતાભ બચ્ચનની આ પોસ્ટ તાજેતરના વિવાદ સાથે જોડાયેલી હોઈ શકે છે. થોડા દિવસો પહેલા તેમણે ફ્રાન્સની ફૂટબોલ ટીમની જીત પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં ખેલાડીઓની વંશીય ઓળખ (Racial Identity) નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ટિપ્પણીને ઘણા લોકોએ અસંવેદનશીલ ગણાવીને વાંધો ઉઠાવ્યો હતો અને એક્ટરને ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે બિગ બીએ પોતાની નવી પોસ્ટમાં કોઈ વિવાદ કે વ્યક્તિનું નામ નથી લીધું, પરંતુ લોકો આ બંને ઘટનાઓને જોડીને જોઈ રહ્યા છે.
5/5
અમિતાભ બચ્ચનના આ અકળ મનની વાત પર તેમના પ્રશંસકોએ ભાવુક પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું કે સમય ભલે બદલાઈ જાય, પરંતુ કેટલાક નામ ઈતિહાસમાં હંમેશા અમર રહે છે. બીજા એક ફેને કહ્યું કે મહાનતા ક્યારેય ઝાંખી પડતી નથી, પરંતુ સમય સાથે વધુ સન્માન મેળવે છે. ચાહકોએ બિગ બીને ભારતીય સિનેમાનો અમૂલ્ય વારસો ગણાવી પ્રોત્સાહિત કર્યા છે. બીજી તરફ, કેટલાક યુઝર્સે તેમની આ પોસ્ટની મજાક પણ ઉડાવી છે અને તેમની લેખનશૈલી પર કટાક્ષ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ