બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં થશે જ્ઞાન સહાયકની ભરતી, જાણો કેટલો મળશે પગાર?
Last Updated: 10:07 PM, 6 July 2026
રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત ધોરણે જ્ઞાન સહાયકની ભરતી કરવા અંગે મહત્વપૂર્ણ ઠરાવ જાહેર કર્યો છે. આ નિર્ણયથી શિક્ષણ ક્ષેત્રે રોજગારીની નવી તકો ઊભી થવાની શક્યતા છે.
ADVERTISEMENT

Gyan Sahayak Final GR 2026 એક ક્લીકમાં વાંચો સમગ્ર ઠરાવ
ADVERTISEMENT
નવી જોગવાઈ મુજબ, ટાટ (TAT) પાસ ઉમેદવારો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે અરજી કરવા પાત્ર રહેશે.

ADVERTISEMENT
ઉંમર મર્યાદા અંગે પણ સ્પષ્ટ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. માધ્યમિક શાળાઓ માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 48 વર્ષ રાખવામાં આવી છે, જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 50 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે.

ADVERTISEMENT
પગારની વાત કરીએ તો, માધ્યમિક શાળાઓમાં પસંદગી પામેલા જ્ઞાન સહાયકોને દર મહિને ₹24,000નું માનધન આપવામાં આવશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકોને ₹26,000 માસિક માનધન ચૂકવવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં યુ.એન. મહેતા હોસ્પિટલના બેઝમેન્ટમાં ડ્રેનેજમાં પડેલા 3 શ્રમિકોનું સફળ રેસ્ક્યૂ
ADVERTISEMENT
શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવામાં મદદ મળશે અને વિદ્યાર્થીઓને નિયમિત શિક્ષણ સુલભ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરતી પ્રક્રિયા, અરજીની તારીખો અને અન્ય વિગતવાર સૂચનાઓ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.