બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / "બેટા, હવે મોટો થયો, કંઈક કામ ધંધો કર" પિતા આટલું બોલ્યા અને પુત્ર છરી લઈને તૂટી પડ્યો
Last Updated: 05:55 PM, 6 July 2026
દરેક પુત્ર ટીનએજમાં હોય, ત્યારે પિતા સાથે કેટલીક બાબતોએ ચકમક ઝરે એ સામાન્ય વાત છે. પુત્ર મોટો થાય, ત્યારે પિતાને અપેક્ષા હોય કે હવે મારા ખભેખભો મિલાવીને કામ કરશે, એ પણ સ્વાભાવિક છે. સામાન્ય રીતે દરેક પુત્ર પણ પિતાના ખભા પર વર્ષો સુધી રહેલો જવાબદારીઓનો બોજ ઉતરાવી લેવા તલપાપડ હોય છે. પરંતુ પાટણમાં એક પુત્રએ પિતાની સાથે જવાબદારીઓ વહેંચવાના બદલે, તેમને નિવૃત્ત કરીને આરામ આપવાના બદલે સીધા સ્વર્ગલોક જ પહોંચાડી દીધા. એ પણ માત્ર પિતાના નાનકડા ઠપકા ખાતર
ADVERTISEMENT

પાટણના વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોખાતર ગામે રહેતો અલ્તાફ ફકીર ઘણા સમયથી કંઈ જ કામધંધો નહોતો કરતો, માત્ર મિત્રો સાથે રખડી ખાતો. પુત્રના આવા લક્ષણો જોઈને પિતા જમનશા ફકીર તેને વારંવાર ટોકતા, કંઈક કામ ધંધો કરવા માટે કહેતા. સ્વાભાવિક છે કે પિતાનો જીવ પોતાના પુત્રની ચિંતામાં બળ્યા કરતો. તેમને ચિંતા રહેતી કે કામ ધંધા વગરના પુત્રનું આગળ શું થશે, ક્યાંક તે કોઈ ખરાબ સંગતે ન ચડી જાય. પુત્રનું હંમેશા સારુ ઈચ્છતા જમનશા ફકીરને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય, કે તેમનો પુત્ર પોતાના મનની અંદર કેવા ઈરાદા પાળી રહ્યો છે.
ADVERTISEMENT

પુત્રનું ભલુ ઈચ્છતા જમનશા ફકીરે એક દિવસ ફરી અલ્તાફને ટોક્યો. કહ્યું,"બેટા, હવે મોટો થયો, કંઈક કામ ધંધો કર." પોતાના મનની અંદર વેર અને ગુસ્સો ધરબીને બેઠેલા અલ્તાફે પાસે પડેલી છરી ઉઠાવી અને પિતા પર તૂટી પડ્યો. જે પિતાની આંખોએ પોતાના પુત્રને ભાંખોડિયા ભરતાથી લઈને જાતે ચાલતા જોયો, જે પિતાની આંખોએ પુત્રને લાડકોડથી રમતા જોયો, તે જ પિતાની આંખોએ અંતિમ સમયે પોતાના પુત્રને કસાઈ બનતા, હત્યારો બનતા જોયો. થોડી જ ક્ષણોમાં ઘરમાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, આજથી 2 દિવસ ગુજરાતમાં વરસાદને લઈ એલર્ટ

ADVERTISEMENT
પિતાની હત્યા બાદ અલ્તાફ પોલીસથી બચવા માટે નાસી છૂટ્યો. પરંતુ કર્મ કોઈને થોડતું નથી, અને ગુનો ગમે તેવો હોય, ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય, પોલીસ ક્યારેકને ક્યારેક તેને પકડી જ પાડે છે. પાટણ એલસીબી અને વારાહી પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ અલ્તાફને ઝડપી પાડ્યો. રાધનપુરના DySP કૃણાલસિંહ પરમારના કહેવા પ્રમાણે પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી અલ્તાફનું પગેરું શોધ્યું અને સઘન નાકાબંધી દ્વારા અલ્તાફને ઝડપી પાડ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.