બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:58 AM, 6 July 2026
લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર પોતાની તાકાત સાબિત કરી છે. ઇંગ્લેન્ડે આપેલા 151 રનના લક્ષ્યનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર બેટિંગના જોરે સરળ જીત મેળવી હતી. બેથ મૂની અને ફોએબે લિચફિલ્ડની મહત્વપૂર્ણ ભાગીદારી મેચનું ટર્નિંગ પોઇન્ટ બની હતી. ટૂર્નામેન્ટ બાદ ICCએ કરોડોની પ્રાઇઝ મનીની પણ જાહેરાત કરી છે.
ADVERTISEMENT
મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો યથાવત રહ્યો છે. મહિલા ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં કંગારુ ટીમે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવી ખિતાબ જીત્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાએ સાતમી વખત મહિલા ટી20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનો અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ADVERTISEMENT
ICC દ્વારા જાહેર કરાયેલા ઇનામી રકમના વિતરણ મુજબ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને અંદાજે ₹19.42 કરોડની પ્રાઇઝ મની આપવામાં આવી છે. જ્યારે રનર-અપ રહેલી ઇંગ્લેન્ડની ટીમને આશરે ₹9.71 કરોડ મળ્યા છે. સેમિફાઇનલ સુધી પહોંચનારી દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝને લગભગ ₹5.60 કરોડ-₹5.60 કરોડની ઇનામી રકમ આપવામાં આવી છે.
ADVERTISEMENT
સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર બેટિંગ કરનાર ઓસ્ટ્રેલિયાની સ્ટાર ઓપનર બેથ મૂનીને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ફાઇનલમાં પણ મૂનીએ 64 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી ટીમને જીત અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ICC Women's T20 World Cup : ઓસ્ટ્રેલિયાએ 7મી વખત વર્લ્ડ કપ જીત્યો, ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું
ADVERTISEMENT
ICCએ નોકઆઉટ સુધી ન પહોંચનારી ટીમો માટે પણ ઇનામી રકમ નક્કી કરી હતી. ગ્રુપ સ્ટેજમાં બહાર થયેલી દરેક ટીમને લગભગ ₹2.05 કરોડની રકમ આપવામાં આવી છે. ભારતીય મહિલા ટીમ પણ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થતાં આ જ ઇનામી રકમથી સંતોષ માનવો પડ્યો હતો.
ADVERTISEMENT
પ્રથમ બેટિંગ કરનાર ઇંગ્લેન્ડને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો હતો. બંને ઓપનર ઝડપથી આઉટ થતાં ટીમ દબાણમાં આવી ગઈ હતી. ત્યારબાદ કેપ્ટન નેટ સાઇવર-બ્રન્ટે અણનમ 58 રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે ફ્રેયા કેમ્પે 44 રનનું યોગદાન આપ્યું હતું. જેના કારણે ઇંગ્લેન્ડ 20 ઓવરમાં 150 રન સુધી પહોંચી શક્યું હતું.
151 રનના લક્ષ્યનો પીછો કરતી ઓસ્ટ્રેલિયાને શરૂઆતમાં એક વિકેટ ગુમાવવી પડી હતી. પરંતુ ત્યારબાદ બેથ મૂની અને ફોએબે લિચફિલ્ડે સદીની ભાગીદારી કરીને મેચ સંપૂર્ણપણે ઓસ્ટ્રેલિયાના પક્ષમાં ફેરવી દીધી હતી. મૂનીએ 64 અને લિચફિલ્ડે 48 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. બંનેની શાનદાર બેટિંગના કારણે ઓસ્ટ્રેલિયાએ સરળતાથી જીત મેળવી અને વધુ એક વખત વિશ્વ ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.