બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:47 AM, 6 July 2026
Strait of Hormuz: હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલવાથી ભારતને ખાતરનો પુરવઠો સરળ બન્યો છે. યુરિયા, ડીએપી અને સલ્ફર વહન કરતા પંદર જહાજો ભારતીય બંદરો પર સુરક્ષિત રીતે પહોંચી ગયા છે, જેનાથી ખરીફ સિઝન દરમિયાન ખેડૂતોને ખાતરની અછતનો સામનો કરવો પડશે નહીં. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું ત્યારથી સ્ટ્રેટમાં ફસાયેલા જહાજો હવે ભારત પરત ફરી રહ્યા છે.
ADVERTISEMENT
હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલી ગયુ છે, જેની જાણકારી કેન્દ્ર સરકાર દ્વારા આપવામામાં આવી હતી. સરકારના જણાવ્યા અનુસાર ખાતરો અને કાચા માલ (જેમ કે યુરિયા, ડીએપી અને સલ્ફર) વહન કરતા 15 જહાજો સુરક્ષિત રીતે રવાના થયા છે. આ ખાતરોના પુરવઠાને સરળ બનાવશે, જેથી ખેડૂતોને તેમના પાક માટે અછતનો સામનો ન કરવો પડે. ફર્ટિલાઇજર વિભાગે જણાવ્યું કે, યુરિયા, ડાય-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) અને સલ્ફર વહન કરતા જહાજો ભારતીય બંદરો પર આવી રહ્યા છે. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું ત્યારથી આ જહાજો ફસાયેલા હતા.
સરકારે ખરીફ સિઝન માટે 19.76 મિલિયન ટન ખાતર સુરક્ષિત રાખ્યું છે, જેની જરૂરિયાત આશરે 38.39 મિલિયન ટન (મી.ટન) છે. આ સિઝનની અંદાજિત માંગના 51% થી વધુ છે. સરકાર કહે છે કે આનાથી વર્તમાન વાવણી સીઝન દરમિયાન અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદ મળશે. ગયા વર્ષે આ સમયે મંત્રાલય કુલ માંગના 33% સ્ટોક ધરાવતું હતું.
ADVERTISEMENT
કયા માર્ગથી ભારત આવ્યા જહાજ?
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપો હોવા છતાં સરકારે અગાઉથી આયોજન, આયાતમાં વૈવિધ્યીકરણ અને વિદેશમાં ભારતીય મિશન સાથે ગાઢ સંકલન દ્વારા ખાતરનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કર્યો હતો.
ADVERTISEMENT
મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતે ઓમાન, મલેશિયા, વિયેતનામ, નાઇજીરીયા, રશિયા, ઇજિપ્ત અને અલ્જેરિયા જેવા દેશોમાંથી યુરિયા મંગાવ્યુ હતું, જ્યારે DAP અને NPK ખાતરો રશિયા, મોરોક્કો, જોર્ડન, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા સપ્લાયર્સ પાસેથી વૈકલ્પિક શિપિંગ માર્ગો દ્વારા મેળવવામાં આવ્યા હતા.
પશ્ચિમ એશિયાના તણાવને કારણે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી
ADVERTISEMENT
ફેબ્રુઆરીમાં પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ ખોરવાઈ ગયું હતું, જેના કારણે વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક દ્વારા ક્રૂડ ઓઇલ, લિક્વિફાઇડ નેચરલ ગેસ અને ખાતરોના પુરવઠા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા બાદ જૂનના મધ્યમાં ટ્રાફિક ધીમે ધીમે ફરી શરૂ થયો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાહત / રસોઈ ગેસના સપ્લાયને લઇ ભારત સરકારનો મોટો નિર્ણય, કરાયો મહત્વનો ફેરફાર
મંત્રાલયે એમ પણ કહ્યું કે ખાતર પ્લાન્ટ્સને કુદરતી ગેસનો પુરવઠો, જે કટોકટી દરમિયાન થોડા સમય માટે લગભગ 65% ક્ષમતા સુધી ઘટી ગયો હતો, તે હવે સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, જેનાથી તમામ સ્થાનિક યુરિયા પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત થઈ શકશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.