બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'ગર્ભમાં બાળક રાખવું કે નહીં, તેનો નિર્ણય...', હાઇકોર્ટનો મોટો ચુકાદો

મધ્યપ્રદેશ / 'ગર્ભમાં બાળક રાખવું કે નહીં, તેનો નિર્ણય...', હાઇકોર્ટનો મોટો ચુકાદો

Jinal Chauhan

Last Updated: 11:08 AM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે મહિલાઓના પ્રજનન અધિકારોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગર્ભ રાખવો કે ગર્ભપાત કરાવવો તે અંગેનો અંતિમ નિર્ણય મહિલાનો જ રહેશે.

હાઈકોર્ટે જણાવ્યું કે કાયદાકીય સમયમર્યાદાની અંદર ગર્ભાવસ્થા રાખવી કે નહીં આ તમામ નિર્ણય મહિલા પર જ નિર્ભર રહેશે. આવા મામલામાં પતિની સંમતિ ફરજિયાત ગણાવી શકાય નહીં. કોર્ટે 13 અઠવાડિયાની ગર્ભવતી પરિણીત મહિલાને ગર્ભસમાપનની મંજૂરી આપતા મહિલાની સ્વાયત્તતા અને બંધારણીય અધિકારોને મહત્વ આપ્યું છે.

મહિલાના નિર્ણયને કોર્ટે આપી માન્યતા

ઇન્દોર ખંડપીઠ સમક્ષ આવેલ કેસમાં મહિલાએ જણાવ્યું હતું કે પતિ સાથેના સંબંધોમાં ગંભીર તણાવ અને અલગાવને કારણે બાળકનો જન્મ તેના માટે માનસિક અને સામાજિક રીતે મુશ્કેલ બની શકે છે.આ કારણોસર મહિલાએ ગર્ભસમાપનની મંજૂરી માંગતી અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી.

pregnant-women

પતિને નોટિસ છતાં હાજર ન રહ્યા

સુનાવણી દરમિયાન કોર્ટે પતિને નોટિસ પાઠવી હતી. જોકે નોટિસ મળ્યા બાદ પણ તેઓ કોઈપણ તારીખે કોર્ટમાં હાજર રહ્યા નહોતા. રાજ્ય સરકાર તરફથી પણ અરજીનો વિરોધ કરવામાં આવ્યો નહોતો, જેના કારણે કોર્ટને મામલાની સુનાવણી આગળ વધારવામાં સરળતા રહી હતી.

બંધારણના અનુચ્છેદ-21નો કર્યો ઉલ્લેખ

કોર્ટે પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે દરેક મહિલાને પોતાના શરીર અને પ્રજનન સંબંધિત નિર્ણયો લેવાનો અધિકાર છે.આ અધિકાર બંધારણના અનુચ્છેદ-21 હેઠળ મળતા વ્યક્તિગત સ્વતંત્રતા અને ગૌરવના અધિકારનો એક મહત્વનો ભાગ છે.

મહિલાના પ્રજનન અધિકારો સર્વોપરી

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે અનિચ્છનીય ગર્ભાવસ્થાનો સૌથી વધુ માનસિક, શારીરિક અને ભાવનાત્મક પ્રભાવ મહિલાને જ સહન કરવો પડે છે.તેથી ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે સમાપ્ત કરવી તે અંગેનો નિર્ણય મહિલાનો વ્યક્તિગત અને બંધારણીય અધિકાર છે. કોઈ મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતૃત્વ સ્વીકારવા માટે મજબૂર કરી શકાય નહીં.

vtv app promotion

આ પણ વાંચોઃ ગ્રુપ સ્ટેજમાંથી આઉટ, છતાંય ટીમ ઇન્ડિયા પણ થશે માલામાલ, જુઓ પ્રાઈઝ મની લિસ્ટ

વૈવાહિક વિવાદને ગણાવ્યો મહત્વનો આધાર

કોર્ટે નોંધ્યું કે જો પતિ-પત્ની વચ્ચેના સંબંધો ગંભીર રીતે બગડી ગયા હોય, બંને અલગ રહેતા હોય અથવા છૂટાછેડાની સ્થિતિ સર્જાઈ હોય તો તે મહિલાના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.આવી પરિસ્થિતિમાં મહિલા ગર્ભ આગળ વધારવા ઇચ્છતી ન હોય તો ગર્ભસમાપનની મંજૂરી માટે તે યોગ્ય અને ન્યાયસંગત કારણ બની શકે છે.

ડોક્ટરોને સંવેદનશીલતા રાખવાના નિર્દેશ

કોર્ટે સંબંધિત તબીબોને ગર્ભસમાપનની પ્રક્રિયા દરમિયાન તમામ કાનૂની અને તબીબી માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે. સાથે જ મહિલાની ગોપનીયતા, સુરક્ષા અને ગૌરવ જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Women Rights , High Court Verdict, Autonomy Reproductive
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ