બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઝેન-કાયઝેનની પાંચમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે AMA દ્વારા કરાયું પુસ્તકનું વિમોચન
Last Updated: 12:41 PM, 6 July 2026
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ઝેન-કાયઝેનની પાંચમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે “લર્નિંગસ ફ્રોમ ધ ટાઇમલેસ વિઝડમ ઓફ ઝેન-કાયઝેન” વિષય પર પેનલ ડિસ્કશનનું આયોજન અને “ઝેન-કાયઝેન ઇન ડેઈલી લાઈફ: ટાઈની મેસેઝીસ, ટાઇમલેસ વેલ્યુઝ” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT

આ પ્રસંગે, મુખ્ય અતિથિ શ્રી હિતોમી સાતો, મુંબઈ ખાતેના જાપાનના કોન્સલ જનરલે, "ઝેન એન્ડ કાયઝેન – કોન્ફ્લુએન્સ ઓફ જાપાનીઝ એન્ડ ઇન્ડીયન વિઝડમ" વિષય પર મુખ્ય પ્રવચન આપ્યું હતું. એસોસિએશનને અભિનંદન આપતાં શ્રી સાતોએ જણાવ્યું હતું કે, "એએમએનું ઝેન-કાઇઝન જાપાનીઝ કળા, સંસ્કૃતિ, લેન્ડસ્કેપ અને સ્થાપત્યની જીવંત ભવ્યતા દર્શાવે છે. ઝેન અને કાઇઝનનો એકસાથે અભ્યાસ આપણને શાંત મન, દયાળુ હૃદય અને દરરોજ બહેતર બનવાનું શીખવે છે; તેઓ આપણને સુખી, આત્મવિશ્વાસુ, સંભાળ રાખનારા અને સફળ મનુષ્ય બનવામાં મદદ કરે છે." છેલ્લા પાંચ વર્ષમાં, ૫૦,૦૦૦થી વધુ લોકોએ ઝેન-કાઇઝનની પધ્ધતિઓ વિશે જાણવા માટે ઝેન-કાઇઝનની મુલાકાત લીધી છે તે ગર્વની વાત છે.
ADVERTISEMENT
એએમએના વાઇસ-પ્રેસિડેન્ટ શ્રી મોહલ સારાભાઈએ જણાવ્યું હતું કે, "ઝેન આપણને શાંત અને ખુશ રહેવામાં મદદ કરે છે, જ્યારે કાઇઝન આપણને સતત સુધારતા રહેવા અને પ્રગતિ કરવામાં મદદ કરે છે." એએમએના ઝેન-કાઇઝને પાંચ સફળ વર્ષોની ઉજવણી કરી છે જે જાપાન અને ભારતના વિઝડમ અને જ્ઞાન વચ્ચે જીવંત સેતુ છે. એએમએના ઝેન-કાઇઝનનું ઉદ્ઘાટન મૂળરૂપે ૨૭ જૂન, ૨૦૨૧ના રોજ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્રારા કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
અમદાવાદમાં જાપાનના માનદ કોન્સલ અને એએમએના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મૂકેશ પટેલે, "ફાઈવ ઇવેન્ટફુલ યીર્સ ઓફ એન ઇન્સ્પીરેશન્લ લેન્ડમાર્ક એટ એએમએ" વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા અને નોંધ્યું હતું કે, "ઝેન આપણને શાંતિપૂર્ણ રહેવાનું શીખવે છે. કાઇઝન આપણને બહેતર બનવાનું શીખવે છે. સાથે મળીને, તેઓ આપણને આપણા શ્રેષ્ઠ સ્વરૂપમાં વિકસિત થવામાં મદદ કરે છે!"
ADVERTISEMENT
પીએપીએલ અને એઆઈક્યુ ક્વોલિટી ઇન્ડિયાના ડિરેક્ટર ડો. પરેશ કારિયા, "ધ કાયઝેન વે ટુ પર્સનલ એન્ડ ઓર્ગેનાઈઝેશન એકસેલન્સ" (વ્યક્તિગત અને સંસ્થાકીય શ્રેષ્ઠતા માટે કાઇઝન માર્ગ) વિષય પર પ્રસ્તુતિ આપી હતી અને તેમણે સમજાવ્યું હતું કે, "કાઇઝન આપણને દરરોજ કંઈક નવું શીખવાનું, પ્રયત્ન કરતા રહેવાનું, ક્યારેય હાર ન માનવાનું, સ્ટેપ-બાય-સ્ટેપ સુધારો કરવાનું અને નાના પ્રયત્નોને મોટી સિધ્ધિઓમાં બદલવાનું શીખવે છે. જો તમે ગઈકાલ કરતાં આજે એક વધુ પાનું વાંચો છો, એક નવો શબ્દ શીખો છો, એક વધુ સારું ચિત્ર દોરો છો અથવા વધુ એક મિત્રને મદદ કરો છો, તો તમે કાઇઝનનો અભ્યાસ કરી રહ્યા છો."
ADVERTISEMENT

યોગ નિષ્ણાત તથા કૈવલ્ય યોગ શાળાના સ્થાપક શ્રી ગિરજેશ શર્મા, "ઝેન ઇન ડેઈલી લીવીંગ ફોર ઇનર પીસ એન્ડ આઉટર હાર્મની" (આંતરિક શાંતિ અને બાહ્ય સુમેળ માટે રોજિંદા જીવનમાં ઝેન) વિષય પર સંબોધન કરતાં જણાવ્યું હતું કે, "ઝેન આપણને શાંત અને પ્રફુલ્લિત રહેવાનું, આપણે જે કરી રહ્યા છીએ તેના પર ધ્યાન આપવાનું, વર્તમાન ક્ષણનો આનંદ માણવાનું, આપણા પોતાના પ્રત્યે અને અન્યો પ્રત્યે દયાળુ બનવાનું અને સરળ વસ્તુઓમાં ખુશી શોધવાનું શીખવે છે. જ્યારે આપણે સંપૂર્ણ ધ્યાન સાથે ચિત્ર દોરીએ છીએ, વાંચીએ છીએ, રમીએ છીએ અથવા કોઈને મદદ કરીએ છીએ, ત્યારે આપણે ઝેનનો અભ્યાસ કરી રહ્યા હોઈએ છીએ."
ADVERTISEMENT
આ પણ વાંચો : ડિજિટલ સંદીપ એકેડેમી દ્વારા અમદાવાદમાં કરાયું DSA Convocation 2026નું સફળ આયોજન
ઇન્ડો-જાપાનીઝ ઇકોનોમિક કોઓપરેશન કાઉન્સિલના ચેરમેન અને એએમએના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી યતીન્દ્ર શર્માએ સમાપન પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, "ઝેન આપણને યાદ અપાવે છે કે 'શાંત મન આપણને દરેક વસ્તુમાં સુંદરતા જોવામાં મદદ કરે છે!' અને કાઇઝન આપણને યાદ અપાવે છે કે 'દરરોજ લીધેલા નાના પગલાં એક દિવસ મોટી સફળતા તરફ દોરી જાય છે!” કૃપા કરીને આ ઉજવણીનાં ફોટોગ્રાફ્સ જુઓ. વધુ વિગતો માટે કૃપા કરીને એએમએનો ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર સંપર્ક કરો અથવા એએમએ વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.