ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / "આખી જિંદગી આપી આજે આવડું મોટું કલંક લાગ્યું" રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં કોણ શું બોલ્યું? જાણો

નેશનલ / "આખી જિંદગી આપી આજે આવડું મોટું કલંક લાગ્યું" રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં કોણ શું બોલ્યું? જાણો

Published By: Nirav Kumar

Last Updated: 06:42 PM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં મહાસચિવ ચંપત રાયનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. આ બેઠકમાં અનેક લોકો ભાવુક થયા હતા. જેમાં મંદિરમાં દાન ચોરીને અમુકે કલંક ગણાવ્યું છે.

ADVERTISEMENT

રામ મંદિર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં એક બેઠક યોજાઈ હતી. જેમાં સમાચાર આવ્યા છે રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં મહાસચિવ ચંપત રાયનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. આ બેઠકમાં ચંપત રાય અને અનિલ મિશ્રા હાજર નહતા રહ્યા કેમ કે તેમને દૂર રાખવામાં આવ્યા હતા. પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ અને ગોવિંદ ગિરી ટ્રેઝરર સહિત મોટાભાગના ઉપસ્થિતો ભાવુક હતા.

રામ મંદિરના દાનમાં કથિત ઉચાપતને લઈને અયોધ્યામાં રામ મંદિરને લગતા કૌભાંડ વચ્ચે રાય અને મિશ્રાએ રાજીનામા આપ્યા હતા. જેમાં અનેક લોકોએ પ્રસાદ ચોરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સંત સમાજના સભ્યોએ જણાવ્યું હતું કે આ એક ગંભીર પાપ છે અને રામ મંદિર ટ્રસ્ટે ભક્તોમાં વિશ્વાસ ફરી લાવવો જોઈએ. તો મહંત દિનેન્દ્ર દાસે જણાવ્યું હતું કે તેઓએ પોતાનું આખું જીવન રામ મંદિરને સમર્પિત કર્યું છે. સ્વામી વિશ્વપ્રસન્ન તીર્થે કહ્યું હતું કે આ ચોરી એક કલંક છે.

આ અંગે ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસે જણાવ્યું હતું કે, અનિયમિતતામાં સામેલ લોકોને કડક સજા થવી જોઈએ. એવું જાણવા મળ્યું છે કે આ કેસના બીજા આરોપી ગોપાલ રાવ પણ બેઠકમાં હાજર રહ્યા હતા પરંતુ તેમને પાછા મોકલી દેવામાં આવ્યા હતા કેમ કે તેઓ ટ્રસ્ટના નિયમિત સભ્ય નથી અને માત્ર સ્પેશિયલ ઇન્વાઈટી તરીકે સેવા આપે છે. જેમાં સભ્યોએ બેઠકમાં ચંપત રાય અને અનિલ મિશ્રાની ભૂમિકા પર નારાજગી વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં ચંપત રાયની ભૂમિકા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કેમ કે તીનુ યાદવ, જેમના પર પ્રસાદ ચોરીનો મુખ્ય સૂત્રધાર હોવાનો આરોપ છે જે તેમનો ડ્રાઇવર હતો. પોલીસે દાન ચોરીના કેસમાં અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરી છે. આ સિવાય ચંપત રાય પોતે અયોધ્યામાં રહેતા હતા અને બધા કામનું નિરીક્ષણ કરતા હતા. ભલે તેઓ કોઈ કામમાં સીધા સામેલ ન હતા પરંતુ જો સિસ્ટમમાં કોઈ ખામી હોય તો તેઓ જવાબદારી સ્વીકારે છે એમ બેઠકમાં લોકોએ જણાવ્યું હતું.

આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના નેતા બજરંગ લાલ બગડાને ચંપત રાયથી મહાસચિવ તરીકે રિપ્લેસ કરી શકાય એમ છે. તેઓ હાલમાં વિશ્વ હિન્દુ પરિષદના મહાસચિવ છે. તેઓ અગાઉ સરકારી માલિકીની નવરત્ન કંપની NALCO ના CMD તરીકે સેવા આપી હતી. તેમને VHPમાં નિવૃત્તિ લીધી અને વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાયા હતા.

વધુ વાંચો : આજે રામ મંદિર ટ્રસ્ટની બેઠક, લેવાઇ શકે છે અનેક મોટા નિર્ણય

ઉલ્લેખનીય છે કે, આ દાન ચોરીના કેસમા શુક્રવારે SITએ તપાસના ભાગરૂપે રામ મંદિરની મુલાકાત લીધી હતી. SITને કેસની તપાસ પૂરી કરવા માટે 15 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે. જેમાં SITને તેની તપાસનો વિસ્તાર વધારવા અને કેસના તમામ પાસાઓની વ્યાપક તપાસ કરવાની મંજૂરી આપવા માટે એક્સ્ટેંશન આપવામાં આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Champat Rai Ayodhya Ram Temple

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ