બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:52 PM, 6 July 2026
બેંગલુરુની 80 વર્ષીય મહિલાએ આરામદાયક મુસાફરી માટે વધારાના પગ લંબાવવાની જગ્યા ધરાવતી પ્રીમિયમ સીટ બુક કરાવી હતી. જોકે ફ્લાઇટમાં ચડતા પહેલાં જ તેમની સીટ બદલી દેવામાં આવી હતી. આ કારણે મુસાફરી દરમિયાન તેમને ભારે શારીરિક તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આખરે ગ્રાહક આયોગે મહિલાની તરફેણમાં નિર્ણય આપતાં IndiGoને વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
ADVERTISEMENT
ડિસેમ્બર 2023માં બેંગલુરુની રહેવાસી 80 વર્ષીય અંશુ એ. અમીને અમદાવાદ જવા માટે IndiGoની ફ્લાઇટ બુક કરાવી હતી. બે સર્જરી થઈ ચૂકી હોવાના કારણે તેમણે ખાસ કરીને ફ્રન્ટ રો પ્રીમિયમ સીટ અને વ્હીલચેર સેવા પસંદ કરી હતી, જેના માટે આશરે ₹13,906 ચૂકવ્યા હતા.
ADVERTISEMENT
મહિલા જ્યારે ફ્લાઇટમાં બોર્ડિંગ કરવા પહોંચી ત્યારે તેમને જણાવાયું કે તેમની 1B પ્રીમિયમ સીટ બદલીને 28B મિડલ સીટ ફાળવવામાં આવી છે. મહિલાના જણાવ્યા મુજબ એરલાઈન સ્ટાફે તેમને વિકલ્પ વગર નવી સીટ પર જ મુસાફરી કરવાની વાત કહી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
નવી સીટ પર પૂરતી જગ્યા ન હોવાથી મહિલાને સમગ્ર મુસાફરી દરમિયાન પીઠ અને પગમાં દુખાવાનો સામનો કરવો પડ્યો હતો. તેમણે આ અંગે ગ્રાહક આયોગમાં ફરિયાદ દાખલ કરી હતી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ટ્રેનો રદ-ફ્લાઇટ્સ પ્રભાવિત, ઓફિસોમાં છુટ્ટી, રેડ એલર્ટ વચ્ચે મુંબઈ પાણી-પાણી
ADVERTISEMENT
પ્રારંભિક સુનાવણીમાં જિલ્લા ગ્રાહક આયોગે IndiGoને ₹8 હજાર વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ રાજ્ય ગ્રાહક આયોગે આ રકમ ઓછી ગણાવી અને મહિલાને થયેલી શારીરિક તથા માનસિક પીડાને ધ્યાનમાં રાખી વળતર વધાર્યું.
રાજ્ય ગ્રાહક આયોગે IndiGoને ₹50 હજાર વળતર અને ₹5 હજાર કાનૂની ખર્ચ તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે. જો 30 દિવસમાં ચુકવણી નહીં કરવામાં આવે તો તેના પર 6 ટકા વાર્ષિક વ્યાજ પણ લાગુ પડશે.
સુનાવણી દરમિયાન IndiGoએ સ્વીકાર્યું હતું કે મહિલાની પ્રીમિયમ સીટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. એરલાઈનના જણાવ્યા મુજબ ઓડિટ માટે આવેલા કર્મચારીઓને આગળની સીટ ફાળવવાની જરૂરિયાતને કારણે આ ફેરફાર કરાયો હતો.
આયોગે નોંધ્યું કે મહિલાએ માત્ર સુવિધા માટે નહીં પરંતુ આરોગ્ય સંબંધિત જરૂરિયાતોને કારણે પ્રીમિયમ સીટ બુક કરાવી હતી. તેથી એરલાઈનની કાર્યવાહી ગ્રાહક સેવામાં ખામી ગણાવીને મહિલાની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.