બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:21 PM, 6 July 2026
હાલમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન સહિતના વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર સેલ ચાલી રહ્યા છે. તહેવારોની મોસમ દરમિયાન આ સેલનો વેગ વધવાની શક્યતા છે, જેનાથી ગ્રાહકોને વિવિધ પ્રકારની વસ્તુઓ પર મોટી બચત કરવાની તક મળશે. આ સેલ દરમિયાન, કંપનીઓ સૌથી ઓછી કિંમતો, સૌથી વધુ ડિસ્કાઉન્ટ અને મહત્તમ બચત અંગે મોટા દાવા કરે છે. ઘણા લોકો આ દાવાઓ પર વિશ્વાસ કરીને સામાન ખરીદે છે, પરંતુ તે દાવા હંમેશા સાચા હોતા નથી. કેટલીક વસ્તુઓ સેલ શરૂ થતા પહેલાં પણ એ જ કિંમતે મળતી હોય છે. આવો જાણીએ કે ઓનલાઇન શોપિંગમાં મળતા ડિસ્કાઉન્ટ પાછળની હકીકત કેવી રીતે જાણી શકાય.
ADVERTISEMENT
પ્રાઇસ હિસ્ટ્રી જરુર કરો ચેક
સેલ દરમિયાન, કંપનીઓ ઘણીવાર સૌથી વધુ ડિસ્કાઉન્ટ અથવા સૌથી ઓછી કિંમતોનો દાવો કરતા મોટુ સ્ટીકર લગાવતી હોય છે. જો તમે આવી કોઈ પ્રોડક્ટ ખરીદવા માંગતા હોય, તો માત્ર સ્ટીકર કે કંપનીના દાવાઓ પર જ આધાર ન રાખો. ખરીદી કરતા પહેલા તે પ્રોડક્ટની પ્રાઇઝ હિસ્ટ્રી જરુર ચેક કરી લો. આનાથી તમને એ જાણવા મળશે કે, છેલ્લા ત્રણ કે છ મહિના દરમિયાન તે પ્રોડક્ટ કઈ સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ હતી. આ માટે તમે ક્રોમ બ્રાઉઝર એક્સ્ટેન્શન્સ અને અન્ય થર્ડ-પાર્ટી ટૂલ્સનો ઉપયોગ કરી શકો છો. આ તમને એ નક્કી કરવામાં મદદ કરે છે કે વેચાણની કિંમત વાસ્તવમાં કેટલી વ્યાજબી છે.
ADVERTISEMENT

ફક્ત એક પ્લેટફોર્મ પર ના રહો નિર્ભર
ADVERTISEMENT
જો તમે કંઈક ખરીદવાનું વિચારી રહ્યા હોય, તો માત્ર એક જ પ્લેટફોર્મ પર આધાર ન રાખો. વિવિધ પ્લેટફોર્મ્સ પર કિંમતોની સરખામણી ચોક્કસ કરો. એવું બની શકે કે કોઈ પ્રોડક્ટ Amazon પર મોંઘી દેખાતી હોય, જ્યારે Flipkart કે અન્ય કોઈ પ્લેટફોર્મ પર તે ઓછી કિંમતે ઉપલબ્ધ હોય. આ ઉપરાંત, પ્રોડક્ટની ઓફિશિયલ વેબસાઇટ પર પણ કિંમત તપાસવાનું ભૂલશો નહીં. આ પ્રકારનું સંશોધન તમને તે પ્રોડક્ટ માટે શ્રેષ્ઠ ડીલ મળી શકે છે.
આ પણ વાંચોઃ માત્ર 20 મિનિટમાં રોકાણકારો કમાયા 2.41 લાખ કરોડ, સતત ચોથા દિવસે બુલ્સની ધમાકેદાર શરૂઆત
ADVERTISEMENT
થોડી રાહ અને આ ફીચર પણ બચાવશે તમારા પૈસા
જો તમે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી કંઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી જાતને થોડો વધારાનો સમય આપો. પ્રોડક્ટની કિંમતો ઘણીવાર વારંવાર વધઘટ થતી રહે છે. તેથી, મોટા ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે પ્રાઇઝ ડ્રોપ એલર્ટ સેટ કરો. તમે તૃતીય-પક્ષ સાધનોની મદદથી આ કરી શકો છો. જ્યારે તમારી પસંદગીની પ્રોડક્ટ પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ થશે, ત્યારે આ ટૂલ તમને તરત જ જાણ કરશે. તેથી, તમારી ખરીદીનું અગાઉથી આયોજન કરો જેથી તમે સેલ પછી પણ કિંમતોમાં થનારા સંભવિત ઘટાડાનો લાભ લઈ શકો છો.
ADVERTISEMENT
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.