બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આ વરસાદે તો ટામેટાં-મરચાંના ભાવ આસમાને લાવી દીધાં, ખોરવાયું ગૃહિણીઓનું બજેટ
Last Updated: 05:09 PM, 6 July 2026
ચોમાસાની વિધિવત્ શરૂઆત થતાં જ શહેરમાં શાકભાજી બજારમાં મોંઘવારીનો જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં થઈ રહેલા સતત વરસાદને કારણે માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે.
ADVERTISEMENT
પરિણામે સ્થાનિક બજારમાં વિવિધ શાકભાજીના ભાવમાં ૨૦ ટકાથી ૩૦ ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. સ્થાનિક વેપારીના મતે ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે માલની હેરફેર ખોરવાઈ છે, જેની સીધી અસર સામાન્ય પરિવારનાં માસિક રસોડા બજેટ પર પડી રહી છે.

ADVERTISEMENT
બીજી તરફ ગૃહિણી માટે રસોડાનું બજેટ સંભાળવું મુશ્કેલ બન્યું છે. સામાન્ય દિવસોમાં જે શાકભાજી સામાન્ય કિંમતે મળતાં હતાં, તેના ભાવ હવે ર૦થી ૩૦ ટકા સુધી વધી ગયો છે. રોજિંદા ઉપયોગમાં આવતાં ટામેટાં, ભીંડા, દૂધી, કારેલાં, રીંગણ, મરચાં, કોથમીર સહિત અનેક શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે.

ADVERTISEMENT
વરસાદી માહોલને કારણે વાહન વ્યવહાર પણ કેટલીક જગ્યાએ ધીમો પડ્યો છે. બજારમાં શાકભાજીની આવક ઓછી થઈ રહી છે, પરિણામે ભાવમાં વધારો થયો છે. આવક ઘટતાં વેપારીઓને પણ ઊંચા ભાવે ખરીદી કરવી પડે છે, જેના કારણે ગ્રાહકો સુધી પણ શાકભાજી મોંઘાં પહોંચે છે.
આ પણ વાંચોઃ "બેટા, હવે મોટો થયો, કંઈક કામ ધંધો કર" પિતા આટલું બોલ્યા અને પુત્ર છરી લઈને તૂટી પડ્યો
ADVERTISEMENT
ગૃહિણીઓના મતે રોજિંદા વપરાશના શાકભાજીના ભાવમાં થયેલા વધારાને કારણે ઘરનું માસિક બજેટ ખોરવાઈ રહ્યું છે. ઘણા લોકો જરૂરિયાત મુજબ જ ખરીદી કરી રહ્યા છે અને કેટલીક વસ્તુનું પ્રમાણ પણ ઘટાડવું પડી રહ્યું છે. અત્યારે ૮૦ રૂપિયાના કિલો ટામેટાં, ૧૨૦ રૂપિયાના કિલો મરચાં, ૨૦ રૂપિયાની એક દુધી, ૩૦ રૂપિયાની ૧૦૦ ગ્રામ ધાણા, ૫૦ રૂપિયાની ૧૦૦ ગ્રામ મેથી, ૮૦ રૂપિયાના કિલો ભીંડા માર્કેટમાં મળી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.