બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કૃષ્ણ મોહન બન્યા રામ મંદિર ટ્રસ્ટના વચગાળાના મહાસચિવ, ચંપત રાય વિશે શું બોલ્યા કોષાધ્યક્ષ?

નેશનલ / કૃષ્ણ મોહન બન્યા રામ મંદિર ટ્રસ્ટના વચગાળાના મહાસચિવ, ચંપત રાય વિશે શું બોલ્યા કોષાધ્યક્ષ?

Nirav Kumar

Last Updated: 08:36 PM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિર ટ્રસ્ટમાં મહાસચિવ પદ પર હવે ચંપત રાયની જગ્યા કૃષ્ણ મોહન લેશે. રામ મંદિરના દાન ચોરી મામલે મળેલી ટ્રસ્ટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રામ મંદિર ટ્રસ્ટની બેઠક બાદ ટ્રેઝરર ગોવિંદ દેવ ગિરિ મહારાજે પ્રેસ સાથે વાત કરી હતી. જેમાં તેમને મંદિરમાં ચોરી મામલે દુઃખ વ્યક્ત કર્યું હતું. જેમાં એવી પણ ઘોષણા કરવામાં આવી છે કે, રામ મંદિર ટ્રસ્ટમાંથી મહાસચિવો ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે આ સાથે સ્પેહીયલ ઈન્વાયટી ગોપાલ રાવને પણ ટ્રસ્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે.

આ અંગે ગોવિંદ ગિરિ મહારાજે જણાવ્યું કે, ચંપત રાયની જગ્યા કૃષ્ણ મોહન લેશે. જેમાં નવા મહાસચિવની જાહેરાત કરવામાં આવી નથી, કૃષ્ણ મોહનને વચગાળાના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચંપત રાયે આ બાબતના સંદર્ભમાં જાતે રાજીનામું આપ્યું હતું. અને આજે આ અંગે નિર્ણય લેવા માટે મિટિંગ થઇ હતી.

ટ્રસ્ટના નિયમોનો મુસદ્દો તૈયાર કરનારા 99 વર્ષીય કે. પરાશરન પણ સમગ્ર સમય દરમિયાન ઓનલાઈન હાજર રહ્યા હતા. આ બેઠકમાં ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારવા કે નહીં તે અંગે વિચારણા કરવામાં આવી હતી. જેમાં કે. પરાશરને સમજાવ્યું કે ટ્રસ્ટના બંધારણ મુજબ રાજીનામું સુપરત થતાંની સાથે જ સ્વીકારવામાં આવે છે.આથી અમારી પાસે રાજીનામા સ્વીકારવા સિવાય કોઈ ઓપ્શન નહોતો.

આ અંગે કે. પરાશરને પોતે ટ્રસ્ટનું બંધારણ વાંચીને જણાવ્યું હતું કે અમારી પાસે કોઈ વિકલ્પ નથી. રાજીનામું સુપરત થયા બાદ અમારે તે સ્વીકારવું જ જોઈએ. ત્યાર બાદ અમે ચંપત રાયનું રાજીનામું સ્વીકાર્યું. અમે ચંપત રાયને તેમની સેવા બદલ અભિનંદન પણ આપ્યા. રામ મંદિરમાં ચંપત રાયના યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી. જેમાં ચંપત રાય અને અનિલ મિશ્રા લાંબા સમયથી ટ્રસ્ટના કાર્યમાં સામેલ છે પરંતુ વર્તમાન પરિસ્થિતિઓને જોતાં તેમણે ટ્રસ્ટના સંચાલનથી પોતાને દૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે .

આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોવિંદ દેવ ગિરીએ જણાવ્યું હતું કે, આ બાબત અંગે અનેક અફવાઓ ફેલાવવામાં આવી રહી છે અને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમને કહ્યું કે, માત્ર દાનપેટીઓ જ નહીં પરંતુ અનેક કિંમતી વસ્તુઓની પણ ચોરી થઈ હોવાના આરોપ થઈ રહ્યા છે. આ આરોપો વચ્ચે ટ્રસ્ટે અમુક જરૂરી વસ્તુઓ મીડિયા સમક્ષ રજૂ કરી હતી. જેમાં તેમનેજણાવ્યું હતું કે ટ્રસ્ટ 2800 થી વધુ વસ્તુઓનું વિગતવાર રજિસ્ટર રાખે છે. તેમાંથી અમુક વસ્તુઓ પ્રેસ કોન્ફરન્સમાં પુરાવા તરીકે બતાવવામાં આવી હતી.

ગોવિંદ દેવ ગિરીએ જણાવ્યું કે ટ્રસ્ટની આગામી બેઠક 22 જુલાઈના રોજ યોજાશે. ત્યાં સુધીમાં SITનો રિપોર્ટ પણ આવી જશે. જેમાં SIT રિપોર્ટ મળ્યા બાદ ટ્રસ્ટ તેની સમીક્ષા કરશે અને કેટલાક નવા ટ્રસ્ટીઓની નિમણૂકની જાહેરાત કરી શકે છે. જે કોઈ દોષિત હશે તેને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે અને યોગ્ય સજા મળવી જોઈએ. આ સાથે તેમને આરોપ લગાવ્યો હતો કે આ ઘટનાનો આધાર તરીકે ઉપયોગ કરીને દેશભરમાં બિનજરૂરી રાજકીય વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે.

  • સમાજવાદી પાર્ટી પર હુમલો

આ સાથે ગોવિંદ દેવ ગિરીએ કહ્યું કે, "આજે એવા લોકો ઉપદેશ આપી રહ્યા છે જેઓએ એક સમયે કાર સેવકો પર ગોળીબાર કરાવ્યો હતો:. જેમાં તેમને ઈશારો વિપક્ષી પાર્ટી ખાસ કરીને સમાજવાદી પાર્ટી પર હતો. તેમને એમ પણ કહ્યું કે, "જેઓએ એક સમયે રામના અસ્તિત્વ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો તેઓ અચાનક રામ ભક્તિ વિશે વાત કરી રહ્યા છે. તેની પાછળ ઘણા કારણો છે પરંતુ સૌથી મોટો ઉદ્દેશ્ય સમાજને વિભાજીત કરવાનો છે. આ લોકોની કોઈપણ બકવાસ પર વિશ્વાસ ન કરો. તેઓ રામ ભક્તોને નિશાન બનાવવા માટે આ બધું કરી રહ્યા છે. તેમના ઇરાદા ભારત માતા માટે ખતરનાક છે. અમે રામરાજ્ય લાવીશું."

વધુ વાંચો : "આખી જિંદગી આપી આજે આવડું મોટું કલંક લાગ્યું" રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં કોણ શું બોલ્યું? જાણો

લોકોએ દાન કરેલી મોંઘી વસ્તુના આરોપ લાગવા પર ગોવિંદ દેવ ગિરીએ કહ્યું કે, "જો તમને લાગે કે તમારી કોઈ પણ વસ્તુ ગુમ થઈ ગઈ છે તો તમારે ટ્રસ્ટ સાથે મુલાકાત લેવી જોઈએ, તેમની સાથે મુલાકાત કરવી જોઈએ અને સંપૂર્ણ માહિતી લેવી જોઈએ. તમારે ધીરજ રાખવી જોઈએ. ગુનેગારોને સજા થશે. રામરાજ્ય આવશે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Champat Rai Krishna Mohan Ram Temple
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ