બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વગર કનેક્શને મળશે LPG સિલિન્ડર? એ કેવી રીતે, થશે મિનિટોમાં બુકિંગ-ડિલિવરી

કામની વાત / વગર કનેક્શને મળશે LPG સિલિન્ડર? એ કેવી રીતે, થશે મિનિટોમાં બુકિંગ-ડિલિવરી

Ajitsinh Jadeja

Last Updated: 05:18 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LPG cylinder news: હવે તમે કનેક્શન વિના પણ થોડી મિનિટોમાં ઘરે બેઠા એલપીજી સિલિન્ડર મંગાવી શકો છો.

LPG cylinder news: હવે તમે કનેક્શન વિના પણ થોડી મિનિટોમાં ઘરે બેઠા એલપીજી સિલિન્ડર મંગાવી શકો છો. ક્વિક કોમર્સ પ્લેટફોર્મ ઇંસ્ટ્રામાર્ટ એ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) સાથે ભાગીદારીમાં દેશની પ્રથમ ઓન-ડિમાન્ડ એલપીજી સિલિન્ડર ડિલિવરી સેવા શરૂ કરી છે. આ સેવા હેઠળ ગ્રાહકો ઇસ્ટ્રામાર્ટ એપ દ્વારા ઘરે બેઠા એલપીજી સિલિન્ડર ઓર્ડર કરી શકશે. નોંધનીય છે કે ઇંસ્ટ્રામાર્ટ એપ ઓનલાઇન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીનું પ્લેટફોર્મ છે.

કનેક્શનની જરૂર નથી

ઇંસ્ટામાર્ટ અને એચપીસીએલ ભાગીદારીના ભાગ રૂપે હિંદુસ્તાન પેટ્રોલિયમએ તેનું નવું 'HP Navya' 10-કિલોગ્રામ કમ્પોઝિટ એલપીજી સિલિન્ડર પણ લોન્ચ કર્યું છે. ગ્રાહકો હાલના 5-કિલોગ્રામ મેટલ એલપીજી સિલિન્ડર પણ ઓર્ડર કરી શકશે. મહત્વનું છે કે આ સેવા માટે એલપીજી કનેક્શન હોવું જરૂરી નથી. આનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓ, નોકરી કરતા લોકો, ભાડે રહેતા લોકો અને નાના પરિવારો પણ પરંપરાગત ઘરેલુ ગેસ કનેક્શન વિના સિલિન્ડર ઓર્ડર કરી શકશે. આ સુવિધાની શરૂઆત બેંગલુરુથી થઈ રહી છે.

પ્રથમ ઓર્ડર પર KYC જરૂરી

પહેલી વખત સિલિન્ડર ઓર્ડર કરનારા ગ્રાહકોએ ઓળખ ચકાસણી (KYC) અને જરૂરી ડિલિવરી સાથેના દસ્તાવેજો પૂર્ણ કરવા પડશે. આ પછી ભવિષ્યના ઓર્ડરને રિફિલ ગણવામાં આવશે, અને ખાલી સિલિન્ડર ડિલિવરી સમયે લેવામાં આવશે. ઇંસ્ટામાર્ટ પર આપવામાં આવેલા બધા ઓર્ડર HPCL ના અધિકૃત વિતરક નેટવર્ક દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

સલામતી ધોરણોનું પાલન કરતા તાલીમ પામેલા સ્ટાફ દ્વારા સિલિન્ડર ડિલિવરીનું સંચાલન કરવામાં આવશે. એચપીસીએલએ જણાવ્યું હતું કે એચપી નવ્યા સિલિન્ડર પરંપરાગત સ્ટીલ સિલિન્ડરોના હળવા અને કાટ-પ્રતિરોધક વિકલ્પ તરીકે પેશ કરાયેલ છે. તેની પારદર્શક બોડી છે જેનાથી વપરાશકર્તાઓ ગેસનું સ્તર જોઇ શકે છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ રાજકારણ / NCP(SP)ના NDAમાં જોડાવા અંગે થઈ ગયો ખુલાસો, સુપ્રિયા સુલેનું મહત્વનું નિવેદન

ઇંસ્ટામાર્ટના CEO એ શું કહ્યું?

ઇંસ્ટામાર્ટના સીઇઓ અમિતેશ ઝાએ જણાવ્યું હતું કે કંપનીએ ગ્રાહકોના રોજિંદા જીવનનો ભાગ બનવા માટે કરિયાણાના સામાનથી આગળ વધીને વિસ્તરણ કર્યું છે. એચપીસીએલ સાથેની ભાગીદારી સલામતી અને વિશ્વસનીયતાના ધોરણોને જાળવી રાખીને આ સુવિધાને એક જરૂરી ઘરેલુ સેવા સુધી વધારી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LPG LPG Cylinder Utility News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ