બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હૈદરાબાદની સ્કૂલ વિવાદમાં,હિન્દુ બાળકને ઇસ્લામિક પાઠ ભણાવ્યાનો દાવો

નેશનલ / હૈદરાબાદની સ્કૂલ વિવાદમાં,હિન્દુ બાળકને ઇસ્લામિક પાઠ ભણાવ્યાનો દાવો

Jinal Chauhan

Last Updated: 02:52 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદની એક ખાનગી સ્કૂલમાં ધોરણ 2ના વિદ્યાર્થીને ધાર્મિક પાઠ શીખવાડવાના આરોપ બાદ વિવાદ સર્જાયો છે. વાલીઓએ આ મામલે સ્કૂલ સંચાલન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

હૈદરાબાદના સૈદાબાદ વિસ્તારમાં આવેલી એક ખાનગી સ્કૂલ ફરી ચર્ચામાં આવી છે. એક હિન્દુ વિદ્યાર્થીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેમના બાળકને 'કલમા' અને 'સૂરહ ફાતિહા' વાંચવા માટે કહેવામાં આવ્યું હતું. આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. હવે સમગ્ર મામલે સ્કૂલ અને તંત્રની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.

શું છે સમગ્ર વિવાદ?

માહિતી મુજબ ધોરણ 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કૂલની પ્રવૃત્તિ દરમિયાન કેટલાક ધાર્મિક પાઠ યાદ રાખવા અને બોલવા માટે કહેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારજનોને આ બાબતની જાણ થતાં તેઓએ સ્કૂલનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની સ્પષ્ટતા માંગી.

વાલીઓએ વ્યક્ત કરી નારાજગી

વિદ્યાર્થીના માતા-પિતાનું કહેવું છે કે શિક્ષણ સંસ્થાઓમાં તમામ ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આવી સ્થિતિમાં કોઈ એક ખાસ ધર્મ સાથે જોડાયેલા પાઠ અથવા પ્રાર્થના ફરજિયાત બનાવવામાં આવે તો તે યોગ્ય નથી. આ કારણે તેમણે સ્કૂલ મેનેજમેન્ટ સમક્ષ સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છે.

vtv app promotion

આ પણ વાંચોઃ NEET પેપર લીકમાં મોટો ખુલાસો, પ્રશ્નો માટે 5 લાખ રૂપિયાની ડીલનો CBIનો દાવો

સ્કૂલ તરફથી હજુ મૌન

ઘટનાને લઈને વિવિધ મીડિયા અહેવાલો સામે આવ્યા છે. જોકે સ્કૂલ સંચાલન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આ કારણે ઘટનાની સંપૂર્ણ હકીકત અંગે અનેક સવાલો ઊભા થયા છે.

શિક્ષણ ક્ષેત્રમાં નવી ચર્ચા

આ મામલા બાદ સ્કૂલોમાં ધાર્મિક પ્રવૃત્તિઓની મર્યાદા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. ઘણા લોકોનું માનવું છે કે શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને વિવિધ સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે જાણકારી આપી શકે, પરંતુ કોઈ પણ ધાર્મિક પાઠને ફરજિયાત બનાવવો યોગ્ય નથી.

તંત્ર શું પગલાં ભરે છે તેના પર નજર

હાલ સમગ્ર મામલો વાલીઓના આક્ષેપો અને મીડિયા રિપોર્ટ્સના આધારે ચર્ચામાં છે. સ્થાનિક શિક્ષણ વિભાગ અથવા અન્ય સત્તાવાર એજન્સી તરફથી તપાસ થાય છે કે નહીં અને સ્કૂલ શું સ્પષ્ટતા આપે છે તેના પર સૌની નજર છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ વિગતો બહાર આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hyderabad School Student Rights Religious Lesson
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ