બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / NEET પેપર લીકમાં મોટો ખુલાસો, પ્રશ્નો માટે 5 લાખ રૂપિયાની ડીલનો CBIનો દાવો

નેશનલ / NEET પેપર લીકમાં મોટો ખુલાસો, પ્રશ્નો માટે 5 લાખ રૂપિયાની ડીલનો CBIનો દાવો

Jinal Chauhan

Last Updated: 02:28 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NEET UG 2026 પેપર લીક કેસમાં CBIએ કોર્ટ સમક્ષ મોટો ખુલાસો કર્યો છે. તપાસમાં પરીક્ષા પહેલાં જ પ્રશ્નો મેળવવા માટે લાખો રૂપિયાની લેવડદેવડ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

દેશની સૌથી મહત્વની મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026 ફરી એકવાર ચર્ચામાં આવી છે. CBIની તપાસમાં લાતુરના એક કોચિંગ સેન્ટર સંચાલક અને પ્રશ્નપત્ર તૈયાર કરનાર પેનલના સભ્ય વચ્ચે ગેરરીતિના પુરાવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. મોબાઈલમાંથી મળેલા સવાલો અને પરીક્ષાના મૂળ પ્રશ્નપત્ર વચ્ચે સામ્યતા જોવા મળી છે. આ કેસમાં અત્યાર સુધી અનેક ધરપકડો થઈ ચૂકી છે.

5 લાખ રૂપિયામાં સવાલ મેળવ્યાનો આરોપ

CBIએ વિશેષ કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું કે લાતુરના કોચિંગ સેન્ટર સંચાલક શિવરાજ મોટેગાંવકરે NEET પરીક્ષાના પ્રશ્નો અગાઉથી મેળવવા માટે 5 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ રકમ NTAના પ્રશ્નપત્ર તૈયાર કરનાર પેનલમાં સામેલ રહેલા કેમિસ્ટ્રી વિષયના પેપર સેટર પી.વી. કુલકર્ણીને આપવામાં આવી હોવાનો દાવો છે.

પરીક્ષા પહેલાં જ મળ્યા હતા કેમિસ્ટ્રીના સવાલ

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મોટેગાંવકરના પુત્ર કુલકર્ણીની કેમિસ્ટ્રી ક્લાસમાં અભ્યાસ કરતો હતો. ત્યાંથી જ કેમિસ્ટ્રીના અનેક સવાલો મેળવવામાં આવ્યા હતા. આ સવાલોના આધારે હાથથી લખેલી ચિટ્સ પણ તૈયાર કરવામાં આવી હતી.

મોબાઈલમાંથી મળ્યા 132 સવાલ

CBIએ જપ્ત કરેલા મોબાઈલ ફોનની તપાસમાં 36 તસવીરો મળી આવી હતી. આ તસવીરોમાં હાથથી લખાયેલા 132 કેમિસ્ટ્રીના સવાલો નોંધાયેલા હતા. તપાસમાં પાંચ તસવીરો ડુપ્લિકેટ હોવાનું પણ જાણવા મળ્યું હતું.

neet-pg-exam

111 સવાલો મૂળ પ્રશ્નપત્ર સાથે મેચ થયા

તપાસ એજન્સી મુજબ મોબાઈલમાં મળેલા 132 સવાલોમાંથી 111 સવાલો NEET UG 2026 માટે તૈયાર કરાયેલા માસ્ટર પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હતા. આ શોધને કેસમાં મહત્વપૂર્ણ પુરાવા તરીકે જોવામાં આવી રહી છે.

પરીક્ષાના 10 દિવસ પહેલાં લેવામાં આવી હતી તસવીરો

ફોનના ડેટા અને મેટાડેટાના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે આ તસવીરો પરીક્ષા પહેલાં લગભગ 10 દિવસ અગાઉ લેવામાં આવી હતી. CBIનું કહેવું છે કે મળેલી નોંધો મોટેગાંવકરના જ હસ્તાક્ષરમાં લખાયેલી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 19 દિવસથી અન્નજળ ત્યાગ કરી અનશન પર બેઠા સોનમ વાંગચુક, હવે દિલ્હી હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ

પરીક્ષા રદ કરવી પડી હતી

3 મેના રોજ યોજાયેલી NEET UG 2026 પરીક્ષા પેપર લીકના આરોપો બાદ ભારે વિવાદમાં આવી હતી. ત્યારબાદ NTAએ 12 મેના રોજ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. બાદમાં 21 જૂને ફરી પરીક્ષા લેવામાં આવી હતી.

અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ

CBI અત્યાર સુધી આ કેસમાં 13 લોકોની ધરપકડ કરી ચૂકી છે. તમામ આરોપીઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તપાસ એજન્સી હવે પેપર લીકના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NEET UG 2026 Paper Leak Case CBI Investigation
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ