બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / રાજ્યના કયા જિલ્લામાં પડશે કેટલો વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી

photo-story

5 ફોટો ગેલેરી

ગુજરાત વેધર / રાજ્યના કયા જિલ્લામાં પડશે કેટલો વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી

Last Updated: 08:18 AM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Weather : 23 જુલાઈ સુધી ગુજરાતમાં કેવો રહેશે વરસાદ? જાણો IMDની નવી આગાહી

1/5

photoStories-logo

1. હવામાન વિભાગની આગાહી

Gujarat Weather : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની તીવ્રતા ઘટી છે, પરંતુ ચોમાસું હજુ યથાવત છે. વાસ્તવમાં ભારતીય હવામાન વિભાગ (IMD)ના અમદાવાદ કેન્દ્રે આગામી દિવસોને લઈને નવી આગાહી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા મુજબ 23 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. હાલની સ્થિતિ મુજબ રાજ્યના કોઈપણ જિલ્લામાં ભારે કે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. રાજ્યમાં હાલ શું છે હવામાનની સ્થિતિ?

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પૂર્વ ભારત તરફ ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઉત્તર ઓડિશા વિસ્તારમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે, જોકે આગામી 24 કલાક દરમિયાન તે નબળી પડી શકે છે. આ ઉપરાંત ચોમાસાની ધરી ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહી છે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર ઉપરી હવાનું ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. ઉત્તર પાકિસ્તાન તરફ પશ્ચિમી વિક્ષેપ પણ અસર કરી રહ્યો છે. આ તમામ પરિબળોના કારણે ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ દિશાથી ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. આગામી દિવસોમાં ગરમી અને બફારો વધી શકે

વરસાદની તીવ્રતા ઓછી થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં લોકોને ગરમી અને બફારાનો અનુભવ થઈ શકે છે. જોકે, છૂટાછવાયા વરસાદના ઝાપટાં પડતા વાતાવરણમાં સમયાંતરે રાહત પણ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ખેડૂતો માટે રાહતના સમાચાર

હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી થોડા દિવસોમાં હળવાથી સામાન્ય વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ભારે વરસાદની શક્યતા ન હોવાથી ખેતી સંબંધિત કામગીરી માટે અનુકૂળ વાતાવરણ રહેવાની આશા છે. હાલ પૂર જેવી કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

રાજ્યના કુલ 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 3.70 ઈંચ નોંધાયો હતો. ત્યારબાદ ખેરગામમાં 2.17 ઈંચ, કામરેજમાં 2.13 ઈંચ, પેટલાદમાં 2.05 ઈંચ અને સોજીત્રામાં 1.97 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ધોધંબામાં 1.77 ઈંચ, નાનાપૌંઢામાં 1.46 ઈંચ, ભાવનગર અને પલસાણામાં 1.42-1.42 ઈંચ, વાલિયામાં 1.18 ઈંચ તેમજ ધરમપુર, બારડોલી, વઘઈ, સિનોર અને તિલકવાડામાં આશરે 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Monsoon Update Gujarat Weather Gujarat Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ