બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કરોડોના બંગલા, પરંતુ ચાલવા માટે યોગ્ય રસ્તો નહીં, શાલીગ્રામ વિલાના રહીશો ત્રાહિમામ પોકાર્યા

અમદાવાદ / કરોડોના બંગલા, પરંતુ ચાલવા માટે યોગ્ય રસ્તો નહીં, શાલીગ્રામ વિલાના રહીશો ત્રાહિમામ પોકાર્યા

Published By: Kalpesh Kandoria

Last Updated: 05:28 PM, 26 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ભારે વરસાદ બાદ સરદારનગરના શાલિગ્રામ વિલાના રહીશોની મુશ્કેલી વધી છે. રસ્તાનું યોગ્ય નિર્માણ ન થતાં લોકો કાદવ-કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. અનેક રજૂઆતો છતાં AMC દ્વારા કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ: શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રાથમિક સુવિધાઓ અંગેના દાવાઓ પર સવાલો ઊભા થયા છે. સરદારનગર વોર્ડમાં આવેલી શાલીગ્રામ વિલાના રહીશો રસ્તાના અભાવે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દોઢથી બે કરોડ રૂપિયાના બંગલાઓમાં રહેતા લોકો પણ વરસાદ બાદ કાદવ અને કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સોસાયટીની બહાર યોગ્ય રસ્તો ન હોવાથી રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદ બાદ સમગ્ર વિસ્તાર કાદવથી ભરાઈ જતાં વાહનો ચલાવવા તો દૂર, પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.

રહીશોના આક્ષેપ છે કે ડ્રેનેજ પાઇપલાઇન નાંખવા માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો, પરંતુ કામ પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું નહોતું. પરિણામે વરસાદ પડતાં સમગ્ર માર્ગ કાદવમાં ફેરવાઈ ગયો છે અને લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.

શાલીગ્રામના રહેવાસી જસવંત સિંહે AMCના નમાલાપણાં પર રોષ ઠાલવતાં કહ્યું કે, "કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ 4-4 દિવસથી ફરિયાદો કરી હોવા છતાં કંઈ કામ કર્યું નથી." વધુમાં તેમણે કહ્યું, "અમે લોકો મ્યુનિસિપાલ કોર્પોરેશનનો દરેક પ્રકારનો ટેક્સ સમયસર ભરીએ છીએ અને સરકારના તમામ નિર્દેશોને અમે સપોર્ટ આપીએ છતાં અમારા ઘરની સામે જુઓ કેવો રસ્તો છે."

સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યા અંગે અનેક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં અત્યાર સુધી રસ્તાના નિર્માણ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે વરસાદી સિઝનમાં રહીશોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

રહીશોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે રસ્તાનું નિર્માણ પૂર્ણ કરવાની માંગ કરી છે, જેથી લોકોને કાદવ-કીચડમાંથી પસાર થવાની ફરજ ન પડે અને રોજિંદી અવરજવર સરળ બની શકે. ભારે વરસાદ બાદ સામે આવેલી આ સ્થિતિએ શહેરમાં વિકાસ અને પ્રાથમિક સુવિધાઓ અંગેના દાવાઓ પર ફરી એકવાર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.

જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shaligram Villa Ahmedabad rain AMC

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ