ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતની ખાડીપૂરની સમસ્યા પર સવજી ધોળકિયાએ જણાવ્યું કારણ, અમરેલીના આ ગામનો દાખલો આપી શું કહ્યું?
Last Updated: 10:29 PM, 26 July 2026
ADVERTISEMENT
સુરત શહેરમાં ચોમાસામાં વારંવાર સર્જાતી ખાડીપૂરની સમસ્યા અંગે પદ્મશ્રી વિજેતા અને ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ કહેલી વાત હાલ સોશિયલ મીડિયામાં વાયરલ છે. જેમાં તેમને સ્પષ્ટપણે કહ્યું કે, કુદરતી જળમાર્ગો પર અતિક્રમણ અને નદી-ખાડીઓની ભૌગોલિક સ્થિતિ બદલવાને કારણે જ શહેરમાં પાણી ભરાવાની આ સ્થિતિ સર્જાઈ રહી છે.
ADVERTISEMENT
સવજીભાઈએ પોતે અમરેલીના દુધાળા ગામમાં કરેલા જળસંચય અને નદી સુધારણાના કાર્યનું ઉદાહરણ આપ્યું હતું. ત્યાં પણ અતિભારે વરસાદ પડ્યો હતો પરંતુ નદીને પહોળી અને ઊંડી કરીને પાણીને વહેવા માટે યોગ્ય માર્ગ આપવામાં આવ્યો હતો. પરિણામે ગામમાં ક્યાંય પાણી ભરાયું ન હતું.
ADVERTISEMENT
તેમને કહ્યું કે, જે રાત્રે અતિભારે વરસાદ પડ્યો હતો તે રાત્રે 3 વાગ્યે નદીમાં પૂર આવ્યું અને સવારે 6 વાગ્યા સુધીમાં બધું પાણી સરળતાથી વહી ગયું હતું. જો નદી ઊંડી અને પહોળી ન કરી હોત તો લોકોને મોટું નુકસાન થાત અને લોકોના ઢોર-ઢાંખર પણ તાણાઈ ગયા હોત.
ADVERTISEMENT
સવજી ધોળકિયાએ કહ્યું કે, સુરતમાં પણ જો ખાડીઓ અને જળમાર્ગોને સાફ કરી, ઊંડા અને પહોળા કરવામાં આવે તો જ આ ખાડીપૂરની કાયમી સમસ્યામાંથી મુક્તિ મળી શકે એમ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT