બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / કોઇને થશે ધન લાભ તો કોઇનાં અટકેલાં કામ થશે પૂરાં, તમારો આજનો દિવસ કેવો રહેશે, વાંચો 27 જુલાઇનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / કોઇને થશે ધન લાભ તો કોઇનાં અટકેલાં કામ થશે પૂરાં, તમારો આજનો દિવસ કેવો રહેશે, વાંચો 27 જુલાઇનું રાશિફળ

Last Updated: 10:22 PM, 26 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ ગુરૂવાર (27 જુલાઈ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

27 07 2026 સોમવાર, માસ અષાઢ, પક્ષ સુદ, તિથિ તેરસ સવારે 4:14 પછી ચૌદસ, નક્ષત્ર મૂળ, સવારે 10:27 પછી પૂર્વાષાઢા, યોગ વૈધૃતિ, કરણ તૈતિલ, રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આજે ભવિષ્યની નવી યોજનાઓ બનાવવા માટે સારો દિવસ છે. જોકે કામકાજમાં થોડી સુસ્તી અનુભવાઈ શકે છે. પરિવારજનો સાથે નાની-મોટી મતભેદની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી વાણી પર નિયંત્રણ રાખવું. બિનજરૂરી ખર્ચ ટાળશો તો આર્થિક સ્થિતિ સંતુલિત રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આજે ધનલાભના સારા યોગ બની રહ્યા છે અને પરિવારનું વાતાવરણ પણ શાંતિપૂર્ણ રહેશે. જોકે અચાનક સ્વાસ્થ્ય સંબંધિત નાની સમસ્યા પરેશાન કરી શકે છે. લાંબા સમયથી કામના વધેલા બોજામાંથી રાહત મળતાં માનસિક હળવાશ અનુભવશો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આજે મનમાં અશાંતિ અને મૂંઝવણ રહી શકે છે. કામકાજમાં કેટલીક અડચણો આવતાં મહેનત મુજબનું પરિણામ ન મળે તેવી શક્યતા છે. જોકે સંપત્તિ અથવા મિલકત સંબંધિત અટવાયેલા પ્રશ્નોમાં ધીમે-ધીમે રાહત મળવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આજે શેરબજાર અથવા રોકાણમાંથી સારો લાભ મળી શકે છે. કોઈપણ નવા કાર્યની શરૂઆત ઉતાવળ વિના ધીરજપૂર્વક કરવી. વ્યવસાયમાં લાભદાયક સ્થિતિ રહેશે, પરંતુ પ્રેમ સંબંધોમાં ગેરસમજ અથવા મતભેદથી સાવચેત રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ.)

રોકાણ માટે સમય સામાન્ય રહેશે, તેથી સમજી-વિચારીને નિર્ણય લેવો. ધંધામાં સારી આવકના યોગ છે અને અગાઉ કરેલા કાર્યોમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસ વધશે. મિત્રો સાથે નાણાકીય લેવડદેવડમાં ખાસ કાળજી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આજે આવકમાં વધારો થવાની સંભાવના છે. જોકે અકારણ ચિંતા તમારા કામને અસર કરી શકે છે. પરિવારજનોનો સંપૂર્ણ સહયોગ મળશે, પરંતુ અજાણ્યા લોકો સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરતા પહેલાં સાવધાની રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આજે સમજદારીથી લીધેલા નિર્ણયો લાભદાયક સાબિત થશે. જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી આનંદ મળશે. સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ન રાખવી અને કોઈપણ પ્રકારની ઉધારી અથવા લોન આપવાથી કે લેવાથી બચવું.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

કામના સ્થળે મન પ્રસન્ન રહેશે અને કાર્યમાં ઉત્સાહ જળવાઈ રહેશે. શેરબજારમાં લાભના યોગ છે તેમજ વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ અથવા સારા અવસર મળી શકે છે. પ્રવાસ અથવા યાત્રાના આયોજન પણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

વ્યવસાયમાં નવી તકો અને પ્રગતિના માર્ગ ખુલશે. જોકે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. કામમાં મહેનત વધી શકે છે અને વિરોધીઓ અથવા શત્રુ પક્ષથી સાવચેત રહેવું જરૂરી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

ભાગીદારીમાં કરવામાં આવતા કામથી લાભ મળી શકે છે. નોકરીયાત વર્ગના લોકોના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. પોતાની આવડત અને અનુભવનો યોગ્ય ઉપયોગ કરશો તો સફળતા મળશે, પરંતુ બીજાની વાતોમાં આવીને કોઈ નિર્ણય લેશો તો નુકસાન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓમાંથી રાહત મળવાની સંભાવના છે. કામકાજમાં વૃદ્ધિ થશે અને આવકના નવા સ્ત્રોત પણ ઉભા થઈ શકે છે. પોતાના વ્યવસાય સંબંધિત મહત્વની માહિતી કોઈ સાથે શેર ન કરવી.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

પરિવારમાં કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ વધે તેવી શક્યતા હોવાથી બજેટનું ધ્યાન રાખવું. પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે, પરંતુ ભાગીદારીવાળા કામમાં દરેક નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લેવો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aaj nu Rashifal Daily Rashifal 27 July 2026 Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ