બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / PM મોદીનું વાંધાજનક પોસ્ટર બતાવી મુસીબતમાં ફસાઇ 50 વર્ષીય આ એક્ટ્રેસ, મહિલા નેતાએ નોંધાવી FIR
Last Updated: 02:40 PM, 27 July 2026
બંગાળી ઇન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ શ્રીલેખા મિત્રા મુશ્કેલીમાં મુકાઇ છે. 24 જુલાઈ, 2026 (શુક્રવાર)ના રોજ કોલકાતામાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ તેઓ કાનૂની મુશ્કેલીમાં મુકાયા છે. અભિનેત્રી વિરુદ્ધ અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાવવામાં આવી છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાનજનક પોસ્ટર પ્રદર્શિત કર્યું હતું.
ADVERTISEMENT
ભાજપની મહિલા નેતાએ અભિનેત્રી શ્રીલેખા મિત્રા સામે ગંભીર આક્ષેપ
મીડિયા અહેવાલો અનુસાર, ભાજપના નેતા કેયા ઘોષે આનંદાપુર પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી શ્રીલેખા મિત્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત, વિધાનનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સહિત અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ ફરિયાદો દાખલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
PM Modi નું આપત્તિજનક અને અપમાનજનક કેરિકેચરથી જોડાયો મામલો
કેયા ઘોષ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, શ્રીલેખા મિત્રાએ 24 જુલાઈ, 2026ના રોજ સીલદાહથી ધર્મતલા સુધીની વિદ્યાર્થી રેલીમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને વડાપ્રધાન મોદીના "આપત્તિજનક અને અપમાનજનક" વ્યંગચિત્ર (કેરિકેચર) વાળું પોસ્ટર જાહેરમાં પ્રદર્શિત કર્યું હતું.
ADVERTISEMENT

કેયા ઘોષએ શ્રીલેખા મિત્રા વિરુદ્ધ ફરિયાદ
ADVERTISEMENT
શ્રીલેખા મિત્રાએ કહ્યું- મેં ચશ્મા પહેર્યા નથી
ADVERTISEMENT
ADVERTISEMENT
કેયા ઘોષએ કહ્યું- શ્રીલેખા મિત્રાની ધરપકડ કરો
ઉલ્લેખનીય છે કે, શ્રીલેખા મિત્રાએ સ્પષ્ટતા કરી હોવા છતાં, ભાજપના નેતા કેયા ઘોષે અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘોષે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીને જે રીતે રજૂ કરવામાં આવ્યા હતા, માત્ર પક્ષના નેતા તરીકે નહીં, પરંતુ દેશના નાગરિક તરીકે તેનાથી તેઓ નારાજ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.