બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં આતંકીઓની ગુપ્ત બેઠકનો ખુલાસો, MS યુનિવર્સિટીની બહાર રચાયું હતું દેશવિરોધી કાવતરું

ખુલાસો / વડોદરામાં આતંકીઓની ગુપ્ત બેઠકનો ખુલાસો, MS યુનિવર્સિટીની બહાર રચાયું હતું દેશવિરોધી કાવતરું

Published By: Vishal Khamar

Last Updated: 03:03 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર ગુજરાતથી પકડાયેલા આતંકવાદીઓએ વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં મિટીંગ કરી હોવાનું સામે આવ્યું છે.

ઉત્તર ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકી સંગઠન સાથે સંકળાયેલા આરોપીઓની તપાસ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સની બહાર બેઠક યોજી હતી. ATSએ આ સ્થળની પણ ઓળખ કરી તપાસનો વ્યાપ વધાર્યો છે.

માહિતી મુજબ, આરોપીઓ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સની બહાર આવેલા બાંકડા પર, જ્યાં "I Love MSU" લખાયેલું છે તેની નીચે બેઠા હતા અને ત્યાં દેશવિરોધી પ્રવૃત્તિઓ તેમજ આતંકી સંગઠનની પ્રવૃત્તિઓને આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી. તપાસ એજન્સીઓએ આ સ્થળને મહત્વના પુરાવા તરીકે નોંધ્યું છે.

આ કેસમાં ATSએ અગાઉ બનાસકાંઠા, નવસારી અને પાટણ જિલ્લાઓમાંથી કુલ 13 આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપી અહમદ ગાજીવાલા અને ઈબ્રાહિમ ઘઘા વડોદરાની એમ્બેસેડર હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હતા.

ઈબ્રાહિમ મોહમ્મદ હુસેન

પ્રાથમિક તપાસ અનુસાર, બેઠક દરમિયાન સ્થાનિક યુવકોને આતંકી સંગઠનમાં જોડવા, કટ્ટરપંથી વિચારધારાનો પ્રચાર કરવા અને સંગઠનનું નેટવર્ક મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે કટ્ટરપંથી સાહિત્ય, વીડિયો અને અન્ય પ્રચાર સામગ્રી શેર કરતા હતા.

અહમદ અબ્દુલ્લાહ ગાજીવાલા

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની આગાહી, 3 ઓગસ્ટ સુધી થશે ધોધમાર વરસાદ, આ જિલ્લાઓમાં તાંડવ કરશે મેઘો

ATS સમગ્ર મામલે ડિજિટલ પુરાવા, મુસાફરીની વિગતો અને આરોપીઓના સંપર્કો અંગે વધુ તપાસ કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat ATS Vadodara terror meeting MS University Vadodara

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ