બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:23 PM, 27 July 2026
Ram Mandir Donation Case : અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટમાં ચઢાવાની રકમમાં કથિત ગેરરીતિના મામલે સુપ્રીમ કોર્ટે પારદર્શક અને નિષ્પક્ષ તપાસ પર ભાર મૂક્યો છે. વાસ્તવમાં આ કેસની સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે કોર્ટને જાણ કરી હતી કે, સુપ્રીમ કોર્ટના અગાઉના સૂચનોને અનુસરીને નવી વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. હવે આ ટીમમાં નાણાકીય તપાસને વધુ મજબૂત બનાવવા માટે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને પણ સામેલ કરવામાં આવશે.
ADVERTISEMENT
મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે તપાસની પારદર્શિતા જળવાઈ રહે તે માટે નવી SIT બનાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના સૂચન અનુસાર લખનૌ રેન્જના પોલીસ મહાનિરીક્ષક (IG) કિરણ એસને SITના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સાથે અયોધ્યા રેન્જના DIG સોમેન વર્મા અને અયોધ્યાના SSP ગૌરવ ગ્રોવરને પણ તપાસ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે મામલો નાણાકીય ગેરરીતિ સાથે જોડાયેલો હોવાથી તપાસ ટીમમાં ફોરેન્સિક ઓડિટનો અનુભવ ધરાવતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને પણ સામેલ કરવો જરૂરી છે. સરકાર તરફથી આ સૂચન સ્વીકારવામાં આવ્યું અને કોર્ટને ખાતરી આપવામાં આવી કે SITમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની નિમણૂક કરવામાં આવશે, જેથી નાણાકીય વ્યવહારોની વધુ અસરકારક તપાસ થઈ શકે.
ADVERTISEMENT
Supreme Court asked the Uttar Pradesh government to include a forensic auditor in the Special Investigation Team (SIT) constituted by the State to investigate the allegations of embezzlement of the donations received by the #RamTemple Trust in #Ayodhya.
— All India Radio News (@airnewsalerts) July 27, 2026
A bench of Chief… pic.twitter.com/fyCSCLAf2L
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, હાલ તેનું મુખ્ય ધ્યાન કેસની ઝડપી, ગુણવત્તાસભર, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ પર છે. કોર્ટે SITને ચાલી રહેલી તપાસ અંગે સમયાંતરે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
આ પંણ વાંચો : લોકસભામાં રજૂ થયું પરીક્ષા સંશોધન બિલ, જાણો પેપર લીક કરનાર સામે કેવી કાર્યવાહી થશે?
ADVERTISEMENT
ટ્રસ્ટની રસીદો જાહેર કરવાની માંગ
સુનાવણી દરમિયાન અરજદાર પક્ષે માંગ કરી હતી કે રામ મંદિર ટ્રસ્ટને મળતા ચઢાવાની તમામ રસીદો વિસ્તારવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવે, જેથી સામાન્ય લોકોને સંપૂર્ણ માહિતી મળી રહે અને પારદર્શિતા વધે. જોકે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ સૂચનનો વિરોધ કરતા જણાવ્યું કે આ સંવેદનશીલ મુદ્દાને બિનજરૂરી રીતે સનસનાટીભર્યો બનાવવો યોગ્ય નથી. આ સમગ્ર મામલે હવે નવી SITની તપાસ અને તેના અહેવાલ પર સૌની નજર રહેશે. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ તપાસ આગળ વધશે અને ત્યારબાદ જ કેસમાં આગળની કાર્યવાહી નક્કી થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.