બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની ઘટના, રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ, મોટી જાનહાનિ ટળી

BIG NEWS / દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની ઘટના, રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ, મોટી જાનહાનિ ટળી

Published By: Vishal Khamar

Last Updated: 04:00 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુબઈથી મુંબઈની ફ્લાઈટમાં આગની ઘટના સામે આવવા પામી છે. ફ્લાઈટના લગેજ કમ્પાર્ટમેન્ટમાં આગની ઘટના બનતા ફ્લાઈટને રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવવામાં આવ્યું હતું.

દુબઈથી મુંબઈ જતી એક મુસાફરી ફ્લાઈટમાં ઉડાન દરમિયાન લગેજ કમ્પાર્ટમેન્ટમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ ફ્લાઈટના પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે સંપર્ક સાધ્યો અને સુરક્ષાના ભાગરૂપે નજીકના રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

લગેજ કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતો

માહિતી અનુસાર, ફ્લાઈટમાં લગેજ કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતો જોવા મળતાં ક્રૂ સભ્યોએ આગ પર નિયંત્રણ મેળવવા માટે પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને પાયલોટે ફ્લાઈટને રાજકોટ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો.

રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ તેમજ એરપોર્ટના તમામ ઈમરજન્સી વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રનવે પર જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

ઘટનાની તપાસ શરૂ કરવામાં આવશે

અધિકારીઓએ જણાવ્યું છે કે ફ્લાઈટના સુરક્ષિત લેન્ડિંગ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વડોદરામાં આતંકીઓની ગુપ્ત બેઠકનો ખુલાસો, MS યુનિવર્સિટીની બહાર રચાયું હતું દેશવિરોધી કાવતરું

હાલ તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષાને લઈને તંત્ર સતત નજર રાખી રહ્યું છે. વધુ વિગતો ફ્લાઈટના સુરક્ષિત લેન્ડિંગ બાદ જાહેર કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Dubai to Mumbai Flight Fire Fire in Dubai to Mumbai flight Dubai Mumbai Flight Fire

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ