બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લોકસભામાં રજૂ થયું પરીક્ષા સંશોધન બિલ, જાણો પેપર લીક કરનાર સામે કેવી કાર્યવાહી થશે?

નેશનલ / લોકસભામાં રજૂ થયું પરીક્ષા સંશોધન બિલ, જાણો પેપર લીક કરનાર સામે કેવી કાર્યવાહી થશે?

Published By: Nidhi Panchal

Last Updated: 12:26 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના વધતા કેસોને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. લોકસભાના ચોમાસા સત્રમાં રજૂ કરાયેલા નવા સુધારા બિલમાં કડક સજા અને ઝડપી ન્યાયની જોગવાઈ કરવામાં આવી છે

લોકસભાના ચોમાસા સત્રમાં કેન્દ્ર સરકારે પબ્લિક એક્ઝામિનેશન્સ (ગેરરીતિ નિવારણ) સુધારા વિધેયક-2026 રજૂ કર્યું છે. પરીક્ષાઓમાં પેપર લીક અને અન્ય ગેરરીતિઓને રોકવા માટે સરકાર હાલના કાયદાને વધુ કડક બનાવવા જઈ રહી છે. નવા સુધારા હેઠળ માત્ર પેપર લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી જ નહીં પરંતુ આવા કેસોની ઝડપી સુનાવણી માટે ખાસ ફાસ્ટ-ટ્રેક કોર્ટની પણ જોગવાઈ કરવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાનો છે.

new-loksabha-simple

એક્ટમાં હવે મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવી રહ્યા

વર્ષ 2024માં અમલમાં આવેલા પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટમાં હવે મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવી રહ્યા છે. નવા બિલ મુજબ પેપર લીક અથવા પરીક્ષામાં ગેરરીતિમાં સંડોવાયેલા વ્યક્તિને ઓછામાં ઓછી 5 વર્ષની અને વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા થઈ શકશે. ઉપરાંત આરોપી પર ₹50 લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકશે. આ સાથે જ આવા કેસો માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં સુનાવણી કરીને બે મહિનામાં કેસનો નિકાલ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ગુનાહિત નેટવર્ક સામે પણ વધુ કડક વલણ અપનાવ્યું

સરકારે સંગઠિત ગુનાહિત નેટવર્ક સામે પણ વધુ કડક વલણ અપનાવ્યું છે. જો પેપર લીક અથવા પરીક્ષામાં ગેરરીતિ કોઈ સંગઠિત ગેંગ અથવા ગુનાહિત નેટવર્ક દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવશે તો આરોપીઓને ઓછામાં ઓછી 7 વર્ષની જેલની સજા થશે. ઉપરાંત આવા કેસોમાં ₹10 કરોડ સુધીનો દંડ ફટકારવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ કડક સજાથી પેપર લીકના સંગઠિત રેકેટ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાશે.

પેપર લીક કરનારને 3થી 5 વર્ષની જેલની જોગવાઈ હતી

હાલના કાયદાની વાત કરીએ તો અત્યાર સુધી પેપર લીક કરનારને 3થી 5 વર્ષની જેલની જોગવાઈ હતી. જ્યારે સંગઠિત ગેંગ દ્વારા ગેરરીતિ કરવામાં આવે તો 5થી 10 વર્ષની જેલ અને ઓછામાં ઓછો ₹1 કરોડનો દંડ નક્કી કરવામાં આવ્યો હતો. હવે નવા સુધારા દ્વારા સજા અને દંડ બંનેને વધુ કડક બનાવવામાં આવ્યા છે, જેથી પરીક્ષા પ્રણાલીમાં ગેરરીતિ કરનારાઓ સામે કડક સંદેશ જાય.

વિશ્વસનીયતા જળવાઈ રહેશે અને ઉમેદવારોને નિષ્પક્ષ સ્પર્ધાનું વાતાવરણ

નવા સુધારા બિલમાં કુલ 15 પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સ્પષ્ટ રીતે ગુનો જાહેર કરવામાં આવી છે. તેમાં પ્રશ્નપત્ર લીક કરવો, OMR શીટમાં ચેડાં કરવાં, નકલી વેબસાઇટ બનાવવી, નકલી એડમિટ કાર્ડ જાહેર કરવું તેમજ પરીક્ષા સંબંધિત અન્ય ગેરરીતિઓ આચરવી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આ જોગવાઈઓથી પરીક્ષાની વિશ્વસનીયતા જળવાઈ રહેશે અને ઉમેદવારોને નિષ્પક્ષ સ્પર્ધાનું વાતાવરણ મળશે.

આ પણ વાંચો : સરદાર સરોવરમાં પાણીની આવક યથાવત, નર્મદા ડેમની સપાટી પહોંચી 128.51 મીટરે

NEET પેપર લીક મામલે દેશભરમાં ભારે વિરોધ થયા બાદ સરકારે પરીક્ષા વ્યવસ્થામાં મોટા સુધારા કરવાનો નિર્ણય લીધો છે. આ વિવાદ બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીના નેતૃત્વ હેઠળ ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે. દેશના અગ્રણી નિષ્ણાતોને સાથે રાખીને બનાવાયેલી આ સમિતિ ભારતની પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક, વિશ્વસનીય અને સુરક્ષિત બનાવવા માટે ભલામણો કરશે, જેથી ભવિષ્યમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ નિષ્પક્ષ અને વિશ્વાસપાત્ર રીતે યોજી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Public Examinations Act Paper Leak Bill Exam Reform

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ