બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રાવણના પાત્રમાં ડૂબવા યશે અપનાવ્યો અનોખો ફોર્મ્યુલા, મોટાં સ્પીકર પર વાગતા હતાં શિવ ગીતો,'રામાયણ'ના સેટ પર જાણો શું શું થયું?

મનોરંજન / રાવણના પાત્રમાં ડૂબવા યશે અપનાવ્યો અનોખો ફોર્મ્યુલા, મોટાં સ્પીકર પર વાગતા હતાં શિવ ગીતો,'રામાયણ'ના સેટ પર જાણો શું શું થયું?

Published By: Bijal Vyas

Last Updated: 10:54 AM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Yash Reveal Ramayanam Set Environment: યશ તેમની આગામી ભવ્ય ફિલ્મ 'રામાયણમ'માં કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરતા અભિનેતા કહ્યું, "હું સેટ પરનું સમગ્ર વાતાવરણ બદલી નાખતો હતો. હું ખૂબ જ ગંભીર અને એકાગ્ર રહેતો....

કેજીએફના 'રોકી ભાઈ' એટલે કે અભિનેતા યશ તેમની આગામી ભવ્ય ફિલ્મ 'રામાયણમ'ની રિલીઝ માટે તૈયારી કરી રહ્યા છે. તેમણે ખુલાસો કર્યો કે શૂટિંગ દરમિયાન તેઓ ભગવાન શિવને સમર્પિત ગીતો ખૂબ ઊંચા અવાજે વગાડતા હતા. 'રામાયણ'ની ટીમે તાજેતરમાં સાન ડિએગો કોમિક-કોન 2026માં હાજરી આપી હતી, જ્યાં તેમણે ફિલ્મ વિશે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન, 'લંકેશ'ની ભૂમિકા ભજવી રહેલા યશે જણાવ્યું હતું કે રાવણ ભગવાન શિવના પરમ ભક્ત હોવાથી, તે પાત્રમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થવા માટે તેમણે સંગીતનો સહારો લીધો હતો.

યશે જણાવ્યું કેવી રીતે બગાડી દીધો હતો સેટનો માહોલ

ફિલ્મમાં કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરતા યશે કહ્યું, "હું સેટ પરનું સમગ્ર વાતાવરણ બદલી નાખતો હતો. હું ખૂબ જ ગંભીર અને એકાગ્ર રહેતો. હું મોટા સ્પીકર્સ લાવતો અને ખૂબ ઊંચા અવાજે સંગીત વગાડતો, આનાથી મને તે વાતાવરણમાં સંપૂર્ણપણે તલ્લીન થવામાં મદદ મળતી. હું ભગવાન શિવને સમર્પિત ગીતો વગાડતો, કારણ કે રાવણ શિવનો પરમ ભક્ત હતો. હું દ્રશ્યને જોતો અને તે ગહન સમાધિમાં જવા માંગતો. સંગીત એટલું જોરદાર હતું કે ત્યાં હાજર દરેક વ્યક્તિ માટે વાતચીત કરવી પણ મુશ્કેલ બની જતી હતી."

રામાયણના ટ્રેલરની જોવાઇ રહી છે રાહ

આ અગાઉ 'રામાયણ' ફિલ્મની ટીમે 24 જુલાઈએ નિર્ધારિત ટ્રેલર લોન્ચ પહેલાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. 'પ્રથમ સંકલ્પ' નામ આપવામાં આવેલા આ કાર્યક્રમમાં દેશની રાજધાનીમાં ફિલ્મનું ટ્રેલર દર્શાવવામાં આવ્યું હતું. આ સાંજે 'પ્રથમ સંકલ્પ'ની ઉજવણીનું પ્રતીક બની રહી, જે ભારતથી વિશ્વ સુધીની 'રામાયણ'ની યાત્રાના ઔપચારિક આરંભને સૂચવે છે. 'પ્રથમ સંકલ્પ' એ ફિલ્મની મુખ્ય કલાકારોની પ્રથમ સાર્વજનિક મુલાકાતનું માધ્યમ પણ બન્યું હતું. એક એવી ઐતિહાસિક ઉજવણી જેણે ભારતીય સિનેમાની વિવિધ પેઢીઓને ભારતની મહાન સાંસ્કૃતિક વિરાસતોમાંની એક સાથે જોડવાનું કાર્ય કર્યું.

આ પણ વાંચોઃ રામાયણ'ફિલ્મના મેકર્સે ફેંસને આપ્યા સોનાના શંખ? વીડિયો વાયરલ

રણબીર કપૂર બનશે રામ

આ કાર્યક્રમ દરમિયાન, રણબીર કપૂર સની દેઓલ અને ભારતીય કવિ કુમાર વિશ્વાસના ચરણસ્પર્શ કરતા જોવા મળ્યા હતા. તેઓ મંચ પર ગયા અને કુમાર વિશ્વાસ તથા વરિષ્ઠ અભિનેતા બંને પ્રત્યે આદર વ્યક્ત કર્યો. જોકે, ભૂતપૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનોને કારણે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવાનું મુલતવી રાખવામાં આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ramayanam set environment with loud lord shiva music yash reveals spoils

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ