બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતી લાલાઓને બેવડો માર, પૂરમાં ડૂબેલી કાર રિપેર થવામાં લાગશે વધુ સમય, વેઠવો પડશે મોંઘવારીનો માર
Last Updated: 02:55 PM, 27 July 2026
સુરતમાં આવેલા વિનાશક પૂરના કારણે હજારો વાહનોને ભારે નુકસાન થયું છે. હવે પૂરનું પાણી ઉતરી ગયું હોવા છતાં કાર માલિકોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. શહેરના વિવિધ કાર સર્વિસ વર્કશોપ અને ઓટો સર્વિસ સેન્ટરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. હાલની સ્થિતિ એવી છે કે પૂરમાં ડૂબેલી કારોનું સમયસર રિપેરિંગ શક્ય નથી અને અનેક સર્વિસ સેન્ટરોમાં લગભગ બે મહિના સુધીનું વેઇટિંગ ચાલી રહ્યું છે. જેના કારણે ઘણા કાર માલિકોને દિવાળી સુધી પોતાની કાર વગર કામ ચલાવવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કારના સ્પેરપાર્ટ્સની ભારે અછત સર્જાઈ છે. વાપીથી લઈને સુરત અને અમદાવાદ સુધી કારના વિવિધ સ્પેરપાર્ટ્સ સરળતાથી ઉપલબ્ધ નથી. માત્ર ઓથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટરો જ નહીં, પરંતુ કાર સ્પેરપાર્ટ્સના કબાડી બજારમાં પણ ભારે અછત જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ 25થી 30 ટકા સુધી વધુ ભાવ ચૂકવવા છતાં જરૂરી સ્પેરપાર્ટ્સ મળતા નથી. જે પાર્ટ્સ સામાન્ય દિવસોમાં સરેરાશ ₹2,000માં મળતા હતા તે હવે ₹3,000 સુધીના ભાવે વેચાઈ રહ્યા છે.
ADVERTISEMENT
સર્વિસ સેન્ટરોનું કહેવું છે કે ગ્રાહકોની કાર રિપેરિંગ માટે સ્વીકારી લેવામાં આવે છે, પરંતુ જરૂરી સ્પેરપાર્ટ્સ સમયસર ન મળતાં કામ આગળ વધી શકતું નથી. ખાસ કરીને લક્ઝુરિયસ કારો લાંબા સમયથી રિપેરિંગ માટે વેઇટિંગમાં છે. સુરત શહેરમાં અંદાજે 8 હજારથી વધુ પૂરમાં ડૂબેલી કારો રિપેરિંગ માટે આવી હોવાથી ઓટો સર્વિસ સેન્ટરના માલિકો પણ ભારે દબાણનો સામનો કરી રહ્યા છે.

ADVERTISEMENT
ઓટો નિષ્ણાતોના જણાવ્યા મુજબ પૂરના પાણીમાં ડૂબેલી કારોમાં સૌથી વધુ નુકસાન ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમને થાય છે. કારના ECU, વાયરિંગ, સેન્સર્સ, એરબેગ મોડ્યુલ, ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સહિતના મહત્વના પાર્ટ્સ બદલવા પડે છે. પરંતુ આ જ પાર્ટ્સની સૌથી વધુ અછત હોવાથી રિપેરિંગનું કામ લાંબા સમય સુધી અટવાઈ રહ્યું છે. પરિણામે કાર માલિકોને પોતાની કાર પાછી મેળવવા માટે લાંબી રાહ જોવી પડી રહી છે.
ADVERTISEMENT
સ્થિતિ માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી. વાપીથી લઈને અમદાવાદ સુધી પૂરમાં ડૂબેલી કારોનું રિપેરિંગ આગામી બે મહિના સુધી પૂર્ણ થઈ શકશે નહીં તેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર ગુજરાતમાં નવા સ્પેરપાર્ટ્સની અછતને કારણે સર્વિસ સેન્ટરો માટે પણ પડકાર ઉભો થયો છે. અનેક ડીલરો હવે મુંબઈ, દિલ્હી અને મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી સ્પેરપાર્ટ્સ મંગાવી રહ્યા છે, પરંતુ સતત વરસાદ અને પરિવહનની સમસ્યાઓને કારણે ત્યાંથી પણ સમયસર ડિલિવરી મળતી નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો : લોકસભામાં રજૂ થયું પરીક્ષા સંશોધન બિલ, જાણો પેપર લીક કરનાર સામે કેવી કાર્યવાહી થશે?
પૂર બાદ ઉભી થયેલી આ પરિસ્થિતિએ કાર માલિકો ઉપરાંત ઓટોમોબાઇલ ઉદ્યોગને પણ અસર કરી છે. સર્વિસ સેન્ટરોમાં કામનો બોજ વધી ગયો છે, જ્યારે સ્પેરપાર્ટ્સની અછતને કારણે ગ્રાહકોને લાંબી રાહ જોવી પડી રહી છે. હાલના સંજોગોમાં ઘણા લોકોને દિવાળી સુધી પોતાની કાર વગર જ કામ ચલાવવું પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.