બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / આજથી શનિ વક્રી! આ રાશિ પર 5 મહિના સુધી ઢૈય્યાનો ડબલ પ્રહાર, જાણો શું રહેશે અસર
7 ફોટો ગેલેરી
Last Updated: 05:01 PM, 27 July 2026
1/7
આજથી શનિ દેવની વક્રી ગતિ શરૂ થઈ ગઈ છે. શનિ 27 જુલાઈથી 11 ડિસેમ્બર સુધી મીન રાશિમાં વક્રી રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો શનિ તમારી રાશિના છઠ્ઠા અને સાતમા ભાવના સ્વામી છે અને હાલ આઠમા ભાવમાં વક્રી થઈ રહ્યા છે. આ રાશિ પર શનિની ઢૈય્યા પણ ચાલી રહી છે. આઠમા ભાવમાં શનિની ઉલટી ચાલ સિંહ રાશિવાળાઓ માટે શુભ માનવામાં નથી આવી રહી. આગામી મહિનાઓમાં સિંહ રાશિના જાતકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
2/7
વક્રી શનિ સિંહ રાશિના જાતકો માટે આર્થિક બાબતોમાં મિશ્રિત પરિણામ આપી રહ્યા છે. જે કાર્યોમાં લાંબા સમયથી અવરોધો આવતા હતા તેમાં ધીરે ધીરે સુધારો જોવા મળી શકે છે. અટવાએલું ધન મળવાની કે જૂના આર્થિક મામલાઓના ઉકેલની સંભાવના છે. પરંતુ કોઈ મોટું રોકાણ કે મોટા નાણાકીય નિર્ણય લેતા પહેલા વિચારવું જરૂરી છે. આવક પર અસર થઈ શકે છે આથી ખર્ચ પર કાબૂ રાખવો ખુબ જરૂરી રહેશે.
3/7
કરિયરના ક્ષેત્રમાં વક્રી શનિ અમુક અંશે રાહત આપી શકે છે. જો લાંબા સમયથી મહેનત કરવા છતાં ઇચ્છિત પરિણામ નહોતું મળતું તો હવે પરિસ્થિતિ તમારા પક્ષમાં આવવાની શરૂઆત થઈ શકે છે. નોકરી કરતા લોકોને અટવાએલા કામ પૂરા કરવાના મોકા મળશે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકોની અમુક અડચણો દૂર થઈ શકે છે. વ્યવસાય કરનારાઓએ ધીરજ રાખીને આગળ વધવું જોઈએ. સાથીદારી અને રોજિંદા કાર્યોમાં લાપરવાહી ટાળવાથી સારા પરિણામ મળવાની સંભાવના છે.
4/7
સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય અગાઉની સરખામણીમાં કંઈક સારો રહી શકે છે. જો કોઈ જૂની તકલીફથી પરેશાન હતા તો તેમાં રાહત મળવાના સંકેત છે. તેમ છતાં શરીરની અવગણના ન કરવી જોઈએ. ડેઈલી રૂટીન, સંતુલિત આહાર અને પૂરતો આરામ લેવો ફાયદાકારક રહેશે. માનસિક તણાવ ઓછો કરવા યોગ, ધ્યાન કે પ્રાણાયામને રોજિંદા જીવનનો હિસ્સો બનાવો.
5/7
શનિ વક્રી વૈવાહિક અને પારિવારિક સંબંધોમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે. જો જીવનસાથી સાથે લાંબા સમયથી મતભેદ ચાલતા હોય તો તેને ઉકેલવાનો મોકો મળી શકે છે. પરિવારના વડીલો, ખાસ કરીને પિતા કે પિતા તુલ્ય વ્યક્તિ સાથેના મામલાઓમાં રાહત મળવાની શક્યતા છે. સંબંધોમાં વાતચીત અને વિશ્વાસ જાળવી રાખવાથી રીલેશન વધુ મજબૂત બની શકે છે.
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ