બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Instagramથી યુવાઓને કટ્ટરપંથી બનાવવાનું કાવતરું! ગુજરાતના આતંકી કેસમાં NIAએ દાખલ કરી ચાર્જશીટ

કાર્યવાહી / Instagramથી યુવાઓને કટ્ટરપંથી બનાવવાનું કાવતરું! ગુજરાતના આતંકી કેસમાં NIAએ દાખલ કરી ચાર્જશીટ

Published By: Vishal Khamar

Last Updated: 05:13 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત આતંકી કેસમાં NIAએ ફૈઝાન શેખ સામે સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. તપાસમાં જૈશ-એ-મોહમ્મદ સંપર્ક, સોશિયલ મીડિયા કટ્ટરપંથીકરણ અને આતંકી ષડયંત્ર અંગે ખુલાસા થયા છે.

ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકી ષડયંત્રના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ મોટી કાર્યવાહી કરતા મુખ્ય આરોપી ફૈઝાન શેખ સામે NIA સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીએ પોતાના રિપોર્ટમાં આતંકી કાવતરાને લઈને અનેક મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે.

NIAની તપાસ મુજબ, આરોપી ફૈઝાન શેખ પર ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. તપાસમાં સામે આવ્યું છે કે તે કથિત રીતે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ કરવાની વિચારધારા સાથે જોડાયેલા ષડયંત્રનો ભાગ હતો.

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, ફૈઝાન શેખ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા તત્વોના સંપર્કમાં હતો. આરોપીએ કથિત રીતે સાંપ્રદાયિક તણાવ ફેલાવવા અને ટાર્ગેટ કિલિંગ જેવી હિંસક પ્રવૃત્તિઓ માટે યોજના બનાવી હોવાનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગુજરાત ATSએ કરી હતી ધરપકડ

ગુજરાત ATSએ 25 જાન્યુઆરી 2025ના રોજ ફૈઝાન શેખની ધરપકડ કરી હતી. ત્યારબાદ આતંકી ષડયંત્રના આંતરરાષ્ટ્રીય કનેક્શન અને તેના મૂળ સુધી પહોંચવા માટે તપાસ NIAને સોંપવામાં આવી હતી.

માર્ચ 2026થી NIAએ કેસની તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ઉત્તર પ્રદેશમાંથી હથિયારો અને જીવતા કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ કીર્તિ પટેલ પર પર કાર્યવાહી, 13 લાખ ફોલોઅર્સવાળું Instagram એકાઉન્ટ ભારતમાં બેન, 10થી વધુ કેસ છે દાખલ

સોશિયલ મીડિયા મારફતે યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો આરોપ

NIAની તપાસમાં વધુ એક મહત્વપૂર્ણ બાબત સામે આવી છે કે આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને યુવાનોને કથિત રીતે કટ્ટરપંથી વિચારધારા તરફ આકર્ષવાનો પ્રયાસ કરતો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ‘al.Faijangaza’ નામના Instagram એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. એજન્સી આ ડિજિટલ પુરાવાઓના આધારે વધુ તપાસ કરી રહી છે. NIA હવે આ કેસમાં જોડાયેલા અન્ય લોકો, નેટવર્ક અને વિદેશી કનેક્શનની પણ તપાસ કરી રહી છે. ચાર્જશીટ દાખલ થયા બાદ કોર્ટમાં કાનૂની કાર્યવાહી આગળ વધશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat ATS Terror Case NIA

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ