બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાલાલ પટેલની આગાહી, 3 ઓગસ્ટ સુધી થશે ધોધમાર વરસાદ, આ જિલ્લાઓમાં તાંડવ કરશે મેઘો

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / અંબાલાલ પટેલની આગાહી, 3 ઓગસ્ટ સુધી થશે ધોધમાર વરસાદ, આ જિલ્લાઓમાં તાંડવ કરશે મેઘો

Last Updated: 02:43 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી એક વખત મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 3 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી સાથે અનેક જિલ્લાઓ માટે મહત્વની ચેતવણી આપી છે.

1/6

photoStories-logo

1. કેટલાક દિવસોથી વરસાદી માહોલ વચ્ચે હવે ફરી એક વખત ભારે વરસાદ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ વચ્ચે હવે ફરી એક વખત ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું છે કે દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામશે. કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદને કારણે ફરીથી પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે

અંબાલાલ પટેલની આગાહી મુજબ મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ નદી-નાળાઓમાં પાણીની સપાટી વધવાની શક્યતા છે. તેથી સ્થાનિક તંત્ર અને લોકોને સાવચેત રહેવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે

દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજા ઘમરોળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરત અને નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો હોવાથી વધુ વરસાદથી પાણી ભરાવા અને જનજીવન પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અરવલ્લી જિલ્લાઓના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે

આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા એટલી વધી શકે છે કે ફરીથી પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતા નકારી શકાય નહીં. તેથી નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વરસાદના કારણે ઉભા કૃષિ પાકો પર પણ અસર થઈ શકે

અષાઢ માસ દરમિયાન સતત ભારે વરસાદના કારણે ઉભા કૃષિ પાકો પર પણ અસર થઈ શકે છે. ખેતરોમાં વધુ પાણી ભરાવાના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે 3 ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્ર દરમિયાન જો વરસાદ ચાલુ રહેશે તો ત્યારબાદ પણ વધુ એક ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે

સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ભાવનગર, અમરેલી, બોટાદ, ગીરસોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સાથે જ કચ્છના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 5થી 12 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેથી આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવાની જરૂર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain Alert Ambalal Patel Gujarat Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ