બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં નિવૃત્ત PWD કર્મચારીના પરિવારે કર્યો સામૂહિક આપ*ઘાતનો પ્રયાસ, મહિલાનું મો*ત, વ્યાજના ચક્રવ્યૂહની આશંકા

ગુનો / રાજકોટમાં નિવૃત્ત PWD કર્મચારીના પરિવારે કર્યો સામૂહિક આપ*ઘાતનો પ્રયાસ, મહિલાનું મો*ત, વ્યાજના ચક્રવ્યૂહની આશંકા

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:11 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News : રાજકોટમાં સામુહિક આપઘાત પ્રયાસની ચકચારી ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં હડકંપ મચ્યો છે. શહેરમાં સાધુવાસવાણી રોડ પર એકજ પરિવારના ત્રણ લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે.

Rajkot News : રાજકોટમાં સામુહિક આપઘાત પ્રયાસની ચકચારી ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં હડકંપ મચ્યો છે. શહેરમાં સાધુવાસવાણી રોડ પર એકજ પરિવારના ત્રણ લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. સામૂહિક આપઘાતના પ્રયાસમાં સ્મિતાબેન ખખરનું મોત થયું છે જ્યારે દિલીપભાઈ ખખર અને દિલીપભાઈ ખખર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વ્યાજના ચક્રમાં પરિવાર ફસાતા પગલુ ભર્યુ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યુ છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાજકોટમાં ખખર પરિવાર દ્વારા સામુહિક આપઘાતનો પ્રયાસ કરાતા ચકચાર મચી છે. શહેરમાં સાધુવાસવાણી રોડ પર પરિવારના ત્રણ લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે. દિલીપભાઈ ખખર પીડબલ્યુડીના નિવૃત સરકારી કર્મચારી હોવાનું જાણવા મળ્યુ છે. સામૂહિક આપઘાતના પ્રયાસમાં સ્મિતાબેન ખખરનું મોત થયું છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ કાર્યવાહી / Instagramથી યુવાઓને કટ્ટરપંથી બનાવવાનું કાવતરું! ગુજરાતના આતંકી કેસમાં NIAએ દાખલ કરી ચાર્જશીટ

જાન્યુઆરી 2026માં પણ આવો બનાવ બન્યો હતો

નોધનીય છે કે, રાજકોટ શહેરમાં સામુહિક આપઘાતના વધતા જતા બનાવોને લઇ લોકોમાં ફફડાટ પ્રસરી રહ્યો છે. આ પહેલા પણ રાજકોટ શહેરમાં વર્ષ 2026ની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં આવો જ એક બનાવ બન્યો હતો. રાજકોટમાં 2026માં પતિ-પત્ની અને પુત્રએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે અને આર્થિક સંકડામણના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવ્યું હતું. રાજકોટના 80 ફૂટ રોડ સત્યમ પાર્કમાં રહેતા સોની પરિવારે ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને લોનના હપ્તા ચડી જતા આર્થિક સંકડામણને લઈને પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Rajkot News Crime News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ