બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:39 PM, 27 July 2026
India Plastic Currency: સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ને ₹10 અને ₹20 ના 1-1 અબજ પ્લાસ્ટિકની ચલણી નોટ ફિલ્ડ ટ્રાયલ કરવા માટે મંજૂરી આપી છે. આનાથી ભારતમાં પ્લાસ્ટિક નોટો છાપવાનો માર્ગ મોકળો થયો છે, અને સફળ ટ્રાયલ પછી આરબીઆઇ તેમને નિયમિતપણે જારી કરશે.
ADVERTISEMENT
નાણા મંત્રાલયે સોમવારે સંસદમાં જણાવ્યુ કે સરકારે ₹10 અને ₹20 ના મૂલ્યમાં પોલિમર ચલણી નોટોના ફિલ્ડ ટ્રાયલ કરવાના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના પ્રસ્તાવને મંજૂરી આપી છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મંજૂરીની પુષ્ટિ કરી હતી.
સફળ ફિલ્ડ ટ્રાયલ પછી આરબીઆઇ નિયમિતપણે આ બે મૂલ્યમાં પોલિમર નોટો જારી કરશે.
ADVERTISEMENT
ભારતમાં હવે પ્લાસ્ટિકની ₹10 અને ₹20ના નોટ!#RBI #PolymerNotes #Currency #IndiaNews #BreakingNews #Economy #VTVDigital pic.twitter.com/NkbKDEyvea
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 27, 2026
નાણા રાજ્યમંત્રીએ લેખિત જવાબમાં માહિતી આપી
ADVERTISEMENT
નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, "આરબીઆઈએ તેના સેન્ટ્રલ બોર્ડની ભલામણ પર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934 ની કલમ 25 હેઠળ સરકારને એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવમાં ફિલ્ડ ટ્રાયલ માટે ₹10 અને ₹20 ના મૂલ્યની 1-1 અબજ પોલિમર નોટ જારી કરવાની અને સફળ ફિલ્ડ ટ્રાયલ પછી આ બંને મૂલ્યની પોલિમર નોટ નિયમિત જારી કરવાની માંગ કરવામાં આવી હતી. સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે."
ભારતમાં હવે પ્લાસ્ટિકની ₹10 અને ₹20ના નોટ!#RBI #PolymerNotes #Currency #IndiaNews #BreakingNews #Economy #VTVDigital pic.twitter.com/NkbKDEyvea
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 27, 2026
ADVERTISEMENT
આરબીઆઈ 1 અબજ પોલિમર નોટ જારી કરશે
પ્રસ્તાવ મુજબ ફિલ્ડ ટ્રાયલ દરમિયાન આરબીઆઈ ₹10 માં 1 અબજ પોલિમર નોટ અને ₹20 માં 1 અબજ પોલિમર નોટ જારી કરશે. આ પાયલોટ પ્રોજેક્ટ ભારતમાં વિવિધ આબોહવા અને ઉપયોગની પરિસ્થિતિમાં નોટની મજબૂતાઈ, ચલણમાં પ્રદર્શન, ઉપયોગમાં સરળતા અને લોકો દ્વારા તેને સ્વીકારવી જેવા પહેલુઓની તપાસ કરાશે.
ADVERTISEMENT
આખા દેશમાં કરવા પર ત્યારે વિચાર કરવામાં આવશે જ્યારે ટ્રાયલના પરિણામો સંતોષકારક હશે. નાણા મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો કે કાગળની નોટો અને પોલિમર નોટો સાથે સાથે ફરશે, અને પરંપરાગત ચલણને ધીમે ધીમે દૂર કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં પછી હરખઘેલા થયા CJPના ફાઉન્ડર, 21 વિદ્યાર્થીઓના મોતને ભૂલી પાર્ટીમાં લગાવ્યાં ઠૂમકાં, વકીલે પૂછ્યો સૌથી મોટો સવાલ
'કાગળની ચલણનો કોઈ અંત આવશે નહીં'
જોકે સરકારે સ્પષ્ટતા કરી કે આ પગલાનો અર્થ કાગળની ચલણનો અંત નથી. હાલની કાગળની નોટો સાથે પોલિમર નોટો રજૂ કરવાનો પ્રસ્તાવ છે, અને કાગળની નોટોને પોલિમર ચલણથી બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી.
ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું, "કાગળવાળી બેંક નોટોની જગ્યાએ પોલિમરવાળા બેંક નોટો બદલવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી,"
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.