બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 1 ઓગસ્ટથી બદલાશે તમારી ખિસ્સાનું ગણિત! LPG, ITR, EMI સહિત આ મોટા નિયમોની થશે અસર
6 ફોટો ગેલેરી
Last Updated: 07:13 PM, 27 July 2026
1/6
દર મહિનાની પહેલી તારીખ આમ જનતાના માસિક બજેટને અસર કરતા અનેક ફેરફારો સાથે આવે છે. આ વખતે પણ 1 ઓગસ્ટે આ ફેરફાર થશે. આ મહિને અર્થતંત્ર રીલેટેડ અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવશે. જેની સીધી અસર તમારા પરિવારના ખર્ચ અને બજેટ પર પડશે. જેમાં LPG ગેસની કિંમતોથી માંડીને RBIની વ્યાજદર, ITR ફાઇલિંગ, બેન્કિંગ ચાર્જ અને GST નિયમો સુધી અનેક મોટા બદલાવો થવાના છે. જેમાં પૈસાનું સારું મેનેજમેન્ટ કરવા માટે તમારે આ બધા અપડેટ્સ જાણવા જરૂરી છે.
2/6
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિને પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. જેમાં તાજેતરમાં ઇન્ટરનેશનલ લેવલે એનર્જી સંકટના કારણે કિંમતો વધી હતી. પરંતુ હવે પરિસ્થિતિ સુધરી રહી છે. આવી સ્થિતિમાં 1 ઓગસ્ટથી ઘરેલુ અને વ્યાપારી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાની સંભાવના છે જેનાથી રસોઈનો ખર્ચ ઓછો થઈ શકે છે.
3/6
આ મહિને સૌથી મહત્વની ઘટના રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક મનાઈ રહી છે. આ બેઠક 3 થી 5 ઓગસ્ટ સુધી ચાલશે અને 5 ઓગસ્ટે RBI ગવર્નર તેના નિર્ણયો જાહેર કરશે. જેમાં રેપો રેટમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેના પર ઘર, કાર અને પર્સનલ લોનની EMI પર અસર થશે. આ સાથે જ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતા વ્યાજના દર પણ આ નિર્ણય પર આધારિત રહેશે.
4/6
નોકરી કરતા લોકો માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. હવે વિલંબ થવા પર 1000 થી 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. જેમાં નાના વેપારીઓ, ફ્રીલાન્સર્સ અને ફ્રીલાન્સર માટે આ તારીખ 31 ઓગસ્ટ છે. જો તેઓ આ સમય સુધી પેમેન્ટ કરે છે તો તેમને કલમ 234F હેઠળ ફીસ તથા બાકી ટેક્સ પર ભારે યાજ ભરવું પડશે.
5/6
શેર માર્કેટની વાત કરીએ તો 1 ઓગસ્ટથી SEBI ઓપન માર્કેટ શેર બાયબેકનો રસ્તો ફરી ખોલી રહ્યું છે. તેની મેક્સીમમ લીમીટ કંપનની પેડ અપ કેપિટલ તથા ફ્રી રીઝર્વના 15 ટકા નક્કી કરાયું છે તેમજ 12 ઓગસ્ટે MSCI ગ્લોબલ ઇન્ડેક્સની ત્રિમાસિક સમીક્ષા થવાની છે, જે વિદેશી રોકાણકારોના વલણને અસર કરશે.
6/6
આ મહિને અમુક બેન્કો SMS એલર્ટ માટે ચાર્જ વસૂલવાનું શરૂ કરી રહી છે. જેમ કે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક 30 પૈસા પ્રતિ SMS લેશે. જેમાં વેપારીઓ માટે GST નેટવર્ક 1 ઓગસ્ટથી ઈ-વે બિલના નિયમોને વધુ કડક કરી રહ્યું છે. જેમાં ‘બિલ-ટુ/શિપ-ટુ’ ટ્રાન્ઝેક્શનમાં શિપ-ટુનું GSTIN આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને IRN જનરેટ થયા બાદ ચલણમાં કોઈ ફેરફાર નહીં કરી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ