બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / જ્ઞાનસહાયક ભરતીમાં થશે મોટો ફેરફાર? શિક્ષણમંત્રી સમક્ષ TET-2 સહિત અન્ય ઉમેદવારોને તક આપવાની માંગ
Last Updated: 07:46 PM, 27 July 2026
સરકારી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાનસહાયક ભરતી પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે ભરતીના નિયમોમાં સુધારા કરવાની માંગ ઉઠી છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખી વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી છે.
ADVERTISEMENT
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે જણાવ્યું છે કે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓને ઝડપથી ભરવા માટે જ્ઞાનસહાયક ભરતીના વર્તમાન નિયમોમાં જરૂરી ફેરફાર કરવામાં આવે. ખાસ કરીને જ્યાં TET-1 પાસ ઉમેદવારો ઉપલબ્ધ ન હોય ત્યાં TET-2 પાસ ઉમેદવારોને પણ ભરતીમાં તક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંઘે વધુમાં રજૂઆત કરી છે કે જે વિસ્તારોમાં TET પાસ ઉમેદવારો ઉપલબ્ધ ન હોય ત્યાં શિક્ષણલાયકાત ધરાવતા અન્ય ઉમેદવારોને પણ તક આપવામાં આવે. જેમાં PTC, B.A., B.Ed., B.Sc. B.Ed. અને M.A. B.Ed. પાસ ઉમેદવારોને જ્ઞાનસહાયક ભરતી પ્રક્રિયામાં સામેલ કરવાની માંગ કરવામાં આવી છે.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે જણાવ્યું કે રાજ્યની અનેક સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછતના કારણે શૈક્ષણિક કાર્ય પર અસર પડી રહી છે. ખાલી જગ્યાઓ લાંબા સમય સુધી ન રહે તે માટે સ્થાનિક સ્તરે પણ વ્યવસ્થા કરવાની જરૂર છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ₹27,000 કરોડના રોકાણનો રસ્તો ખુલ્યો! ગુજરાતની નવી Ship Building Policy 2026 લોન્ચ
આ ઉપરાંત, સંઘે એવી પણ માંગ કરી છે કે જ્યાં લાંબા સમયથી જ્ઞાનસહાયકની જગ્યાઓ ખાલી છે ત્યાં શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) મારફતે જ્ઞાનસહાયક ભરતી કરવાની મંજૂરી આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડતી અસર ઘટાડી શકાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.