બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / AC, ફ્રિજ કે વોશિંગ મશીન? AIવાળું કયું Appliance બચાવશે સૌથી વધુ વીજળીનું બિલ?
8 ફોટો ગેલેરી
Last Updated: 10:08 PM, 27 July 2026
1/8
આજકાલ લગભગ દરેક કંપની તેના નવા હોમ અપ્લાયન્સમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જોડી રહી છે. જેમાં AI AC, AI ફ્રિજ, AI વોશિંગ મશીન અને AI TV જેવા નામો બજારમાં ઝડપથી વધી રહ્યા છે. તેમાં કંપનીઓનો દાવો છે કે આ ડિવાઈઝ વીજળી બચાવે છે અને વપરાશકર્તાની આદત અનુસાર પોતે જ શીખીને કામ કરે છે. પરંતુ સવાલ એ છે કે આમાંથી સૌથી વધુ વીજળી કેટલું બચાવી શકે છે?
2/8
3/8
AI AC રૂમનું તાપમાન, બહારનું હવામાન અને તમારી વપરાશની આદતને સમજીને કોમ્પ્રેસરની સ્પીડ ઓટોમેટીક ઓછી-વધુ કરી શકે છે. તેનાથી AC હંમેશા પૂરી તાકાતથી નથી ચાલતું અને જરૂરિયાત મુજબ વીજળી વાપરે છે. જેમાં અનેક કંપનીઓનો દાવો છે કે AI એનર્જી સેવર મોડથી વીજળીની ખપતમાં ખાસો એવો ઘટાડો થઈ શકે છે, પરંતુ અસલી બચત મોડલ અને વપરાશ પર આધારિત હોય છે.
4/8
બીજા ક્રમે AI વોશિંગ મશીન આવે છે. તે કપડાંનું વજન, કાપડનો પ્રકાર અને ગંદકીનું સ્તર ઓળખીને પાણી, ડિટર્જન્ટ અને વોશ સમય ઓટોમેટીક નક્કી કરે છે. તેનાથી જરૂર કરતાં વધારે પાણી અને વીજળીનો વપરાશ થતો નથી. જેમાં અમુક કંપનીઓનો દાવો છે કે AI એનર્જી મોડમાં ખાસ વોશ પ્રોગ્રામથી ઊર્જાની ખપત ઘણી ઓછી થઈ શકે છે.
5/8
AI ફ્રિજ પણ વીજળી બચાવવામાં મદદ કરે છે પરંતુ તેની રીત અલગ હોય છે. તે દરવાજો ખુલ્લો રહી જાય તો એલાર્ટ આપે છે, કૂલિંગને જરૂરિયાત મુજબ કંટ્રોલ કરે છે અને અમુક મોડલ કોમ્પ્રેસરની સ્પીડ પણ અનુકૂળ કરે છે. તેમ છતાં ફ્રિજ તો પહેલેથી જ ઓછી વીજળીમાં ચાલે છે આથી AC જેવી બચત અહીં જોવા મળતી નથી.
6/8
AI TVની વાત કરીએ તો અહીં વીજળીની બચત સૌથી ઓછી થાય છે. જેમાં અમુક સ્માર્ટ ટીવી રૂમના પ્રકાશ અનુસાર સ્ક્રીનની બ્રાઇટનેસ ઓછી-વધુ કરી દે છે જેથી થોડી વીજળી બચી શકે છે. પરંતુ AC કે ફ્રિજ જેટલી TV વીજળી વાપરતું નથી આથી AIની અસર અહીં લીમીટેડ જ રહે છે. જેમાં એક મહત્વની વાત એ છે કે દરેક જગ્યાએ લખેલું AI એકસરખું હોતું નથી. ઘણાં ડીવાઈઝ માત્ર પહેલેથી નક્કી નિયમો પર કામ કરે છે, જ્યારે અમુક મોડલ સેન્સર અને યુઝર્સની આદતને જોઈને પોતાના નિર્ણય બદલી શકે છે.
7/8
8/8
આથી જો તમારો ટાર્ગેટ માત્ર વીજળીનું બિલ ઘટાડવાનું હોય તો સૌથી પહેલા 5-સ્ટાર રેટિંગ વાળું Inverter AC પસંદ કરવું વધુ ફાયદાકારક રહેશે. બાદમાં AI ફીચર્સ વધારાની મદદ કરી શકે છે. તેવી જ રીતે વોશિંગ મશીન અને ફ્રિજમાં પણ સારા BEE સ્ટાર રેટિંગ વધુ મહત્વના છે. AI તે બાદનો બેનીફીટમાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ