બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / NEET મુદ્દે સરકાર ઝૂકી! વિદ્યાર્થીઓ સામેના કેસ પાછા ખેંચાશે, અટકાયતમાં લેવાયેલા થશે મુક્ત

નેશનલ / NEET મુદ્દે સરકાર ઝૂકી! વિદ્યાર્થીઓ સામેના કેસ પાછા ખેંચાશે, અટકાયતમાં લેવાયેલા થશે મુક્ત

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:18 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar Student Protest: નીટ પેપર લીક મામલે બિહારમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

Bihar Student Protest: નીટ પેપર લીક મામલે બિહારમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓ સામે દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવાનો અને અટકાયતમાં લેવાયેલા લોકોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે.

નીટ પેપર લીક મામલે રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થી પ્રદર્શનકારીઓને બિહાર સરકારે રાહત આપી છે. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ અને સામેલ છાત્રો અને લોકોના હિતમાં ચાર મુખ્ય ખાતરીઓ આપી છે. આ નિર્ણય હેઠળ, વિદ્યાર્થીઓ સામે દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવામાં આવશે અને અટકાયતમાં લેવાયેલા લોકોને મુક્ત કરવામાં આવશે.

નીટ-યૂજી પરીક્ષામાં ગેરરીતિના દાવાઓ બાદ બિહારના ઘણા ભાગોમાં વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસે અનેક સ્થળોએ કેસ નોંધ્યા અને કેટલાક વ્યક્તિઓની અટકાયત કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વહીવટીતંત્રે કટ-ઓફ તારીખ સુધી ચાલુ રહેલા વિરોધ પ્રદર્શનો પ્રત્યે નરમ અભિગમ અપનાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સાથે સેંકડો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો જેમનું ભવિષ્ય મુકદ્દમાઓથી જોખમમાં હતું, તેમણે રાહતનો શ્વાસ લીધો છે.

બિહાર સરકાર દ્વારા ચાર મુખ્ય જાહેરાતો

આ અંતર્ગત 26 જુલાઈ 2026 ના સાંજે 6 વાગ્યા સુધી બિહારમાં વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેનારા કોઈપણ વ્યક્તિ સામે કોઈ દંડાત્મક, બદલો લેવાની કે પ્રતિકૂળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં.

26 જુલાઈ 2026 ના સાંજે 6 વાગ્યા પહેલા દાખલ કરાયેલી તમામ એફઆઇઆર, ફરિયાદો અને કારણ બતાવો નોટિસ તાત્કાલિક પાછી ખેંચવા માટે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

બિહાર સરકારે એ પણ નિર્ણય લીધો છે કે તય સીમા પહેલા દાખલ કરાયેલા કેસોમાં ધરપકડ કરાયેલા અથવા અટકાયત કરાયેલા કોઈપણ વિદ્યાર્થીઓ અથવા પ્રદર્શનકારીઓને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરવામાં આવશે.

વધુમાં આ કેસોના સંદર્ભમાં 26 જુલાઈના સાંજે 6 વાગ્યા પહેલા દાખલ કરાયેલા કેસોમાં નામ આપવામાં આવેલા લોકો સામે ભવિષ્યમાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

VTV Digital 1

આ પણ વાંચોઃ નેશનલ / કાગળની નહીં, હવે પ્લાસ્ટિકની નોટ! ₹10 અને ₹20ની નવી નોટોના ટ્રાયલને લીલી ઝંડી

તેજશ્વી યાદવે સરકારને અલ્ટીમેટમ આપ્યું હતુ

તેજશ્વી યાદવે સરકારને 27 જુલાઈના મધ્યરાત્રિ 12 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે જો બધી FIR અને કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો તેઓ બિહારમાં મોટું આંદોલન શરૂ કરશે. તેજસ્વીએ એક્સ પરની એક પોસ્ટમાં લખ્યું, "પ્રદર્શનકારી છાત્રો સામેના કેસ પાછા ખેંચવા માટે આજે રાત્રે 12 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ છે. નહિંતર 29 જુલાઈના સવારે 7 વાગ્યે આંદોલન શરૂ થશે. દિલ્હીના રિમોટથી ચાલનાર અહંકારી મુખ્યમંત્રીને એક સત્તાવાર પત્ર લખી ચેતવણી આપવામાં આવી છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bihar Student Protest NEET Bihar News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ