ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં મિત્રતાનો કરૂણ અંત: ચા પીવાના બહાને બોલાવી 23 વર્ષીય યુવકની હ*ત્યાનો આક્ષેપ

ક્રાઈમ / રાજકોટમાં મિત્રતાનો કરૂણ અંત: ચા પીવાના બહાને બોલાવી 23 વર્ષીય યુવકની હ*ત્યાનો આક્ષેપ

Published By: Vishal Khamar

Last Updated: 11:20 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના રૂખડિયાપરા વિસ્તારમાં 23 વર્ષના ઉમંગ જાખેલિયાને મિત્રએ ચા પીવાના બહાને બોલાવીને માર માર્યો હોવાનો આક્ષેપ. ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા ઉમંગનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

રાજકોટ શહેરમાં હત્યાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રૂખડિયાપરા વિસ્તારમાં 23 વર્ષીય ઉમંગ જાખેલિયાની હત્યા થતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, ઉમંગને તેના મિત્ર નાઝીરે ચા પીવાના બહાને બોલાવ્યો હતો, જ્યાં બંને વચ્ચે કોઈ કારણસર ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે.

યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે નાઝીરે ઉમંગ પર ઢોર માર માર્યો હતો. હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ હાલતમાં ઉમંગને ઘટનાસ્થળે જ છોડી આરોપી નાઝીર ફરાર થઈ ગયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોની મદદથી ઉમંગને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત આ જીલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો

ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે તેમજ આરોપીની શોધખોળ શરૂ કરી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Umang Jakhelia Rajkot murder Rajkot crime news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ