બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2023 પછી ગુજરાતના આ ગામમાં ખેડૂતો વાવણી જ નથી કરી શક્યા, 150 એકર જમીન પાણીમાં પણ તંત્રની ઉંઘ નથી ઉડતી
Last Updated: 03:10 PM, 28 July 2026
બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં સતત પાણી ભરાવાની સમસ્યાએ ખેડૂતોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. થરાદ તાલુકાના લેડાઉ ગામમાં આશરે 150 એકર ખેતીલાયક જમીન છેલ્લા ઘણા સમયથી પાણીમાં ગરકાવ રહેતાં ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ADVERTISEMENT

વર્ષ 2023થી તેઓ પોતાની જમીનમાં વાવણી કરી શક્યા નથી
ADVERTISEMENT
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર વર્ષ 2023થી તેઓ પોતાની જમીનમાં વાવણી કરી શક્યા નથી. જમીન હોવા છતાં તેમાં ખેતી શક્ય ન બનતાં અનેક પરિવારોની આવક પર ગંભીર અસર પડી છે. ખેડૂતોનું કહેવું છે કે પાણીના કાયમી ભરાવાને કારણે ખેતરો બિનઉપયોગી બની ગયા છે.
ADVERTISEMENT
પાણી ભરાયેલા રહેતાં લોકો માટે ગામની બહાર નીકળવું મુશ્કેલ બન્યું
માત્ર ખેતી જ નહીં, પરંતુ ખેતરોમાં વસવાટ કરતા પરિવારોનું દૈનિક જીવન પણ પ્રભાવિત થયું છે. રસ્તાઓ પર સતત પાણી ભરાયેલા રહેતાં લોકો માટે ગામની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને શાળાએ જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, કારણ કે પાણી ભરાયેલા રસ્તાઓને કારણે તેઓ નિયમિત રીતે શાળાએ પહોંચી શકતા નથી.
ADVERTISEMENT

ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા
ADVERTISEMENT
ગામલોકોનો આક્ષેપ છે કે તેમણે આ સમસ્યાના ઉકેલ માટે અનેક વખત સરકારી તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ કરોડોના કામ પણ નિષ્ફળ? અમદાવાદના 3 વિસ્તારોમાં વરસાદી પાણીની સમસ્યા યથાવત્
ADVERTISEMENT
ગામજનો હવે સરકાર અને સંબંધિત વિભાગ પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે પાણીના યોગ્ય નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે, જેથી ખેતી ફરી શરૂ થઈ શકે અને સામાન્ય જનજીવન પૂર્વવત્ બની શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.