બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Instagram Banની અફવાએ મચાવી હલચલ! સરકારના Fact Checkમાં સામે આવી હકીકત

નેશનલ / Instagram Banની અફવાએ મચાવી હલચલ! સરકારના Fact Checkમાં સામે આવી હકીકત

Published By: Bijal Vyas

Last Updated: 08:58 AM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PIB Fact Check: કેન્દ્ર સરકારે 25 ઓગસ્ટ, 2026થી ભારતમાં ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેવા વાયરલ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવીને ફગાવી દીધો છે. PIB ફેક્ટ ચેકે સ્પષ્ટ કર્યું છે કે, સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી કે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. લોકોને આવી અફવાઓથી દૂર રહેવા અને શંકાસ્પદ પોસ્ટ્સની જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 25 ઓગસ્ટ, 2026ની રાતથી ભારતમાં ઇન્સ્ટાગ્રામ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ દાવાને કારણે લાખો યૂઝર્સ વચ્ચે મૂંઝવણ ઊભી થઈ હતી. હવે, કેન્દ્ર સરકારે ઓફિશિયલ પ્રતિક્રિયા આપીને સ્પષ્ટ કર્યું છે કે, ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ અંગેનો આ દાવો સંપૂર્ણપણે ફેક અને ભ્રમ ફેલાવનારો છે.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ના 'ફેક્ટ ચેક યુનિટ' એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા વાયરલ થયેલા દાવાને નકારી કાઢ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારે ઇન્સ્ટાગ્રામ અંગે આવો કોઈ નિર્ણય લીધો નથી, તેમજ આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી.

અફવાહોથી રહો સાવધાન

  • PIB ફેક્ટ ચેકે એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, સોશિયલ મીડિયા પરની એવી પોસ્ટ, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 25 ઓગસ્ટ, 2026ની રાતથી ભારતમાં ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, તે સંપૂર્ણપણે ફેક માહિતી છે.
  • સરકારે જનતાને અપીલ કરી છે કે તેઓ આવી અપ્રમાણિત અને ગેરમાર્ગે દોરનારી માહિતી પર વિશ્વાસ ન કરે અને સરકારને આભારી કોઈપણ શંકાસ્પદ દાવાની સત્યતા ચકાસવા માટે અધિકૃત સ્ત્રોતોની મદદ લો.
  • PIB એ જનતાને એવો પણ અનુરોધ કર્યો છે કે, સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારને લગતી કોઈપણ શંકાસ્પદ કે ગેરમાર્ગે દોરનારી પોસ્ટ જોવા મળે તો તેની જાણ 'ફેક્ટ ચેક યુનિટ'ને કરવામાં આવે, જેથી સમયસર સત્ય જાણી શકાય.

એક દિવસ પહેલા MEA એ પણ કર્યુ હતુ ફેક્ટ ચેક

  • ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધની અફવા અંગે સરકારનું સ્પષ્ટીકરણ એવા સમયે આવ્યું છે કે, જ્યારે તેના એક દિવસ પહેલા જ વિદેશ મંત્રાલય (MEA) એ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અન્ય એક દાવાને પણ ફગાવી દીધો હતો.
  • આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના તાજેતરના આંદોલન માટે કથિત વિદેશી ભંડોળ અંગે નિવેદન આપ્યું હતું. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે સોશિયલ મીડિયા પર ફરી રહેલું નિવેદન ગેરમાર્ગે દોરનારું છે અને તે પ્રવક્તાની વાસ્તવિક ટિપ્પણીઓને તોડી-મરોડીને રજૂ કરે છે.
  • વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નિયમિત મીડિયા બ્રીફિંગ દરમિયાન પ્રવક્તાએ માત્ર એટલું જ કહ્યું હતું કે, હાલ પૂરતું આ બાબતે તેમની પાસે આપવા માટે કોઈ માહિતી નથી.

આ પણ વાંચોઃ પેપર લીક બિલ પર બની સહમતી! લોકસભામાં આજે 8 કલાકની મહાચર્ચા, રાહુલ-પ્રિયંકા પણ બોલી શકે

ફેક ખબરો પર સરકારનુ કડક વલણ

સતત વાયરલ ભ્રામક પોસ્ટ્સની વચ્ચે, કેન્દ્ર સરકારની ફેક્ટ ચેક કરતી એજન્સીઓ સક્રિય જણાય છે. સરકારનું કહેવું છે કે, સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા કોઈપણ દાવાને સાચો માનતા પહેલા તેની ચકાસણી કરવી જરુરી છે. ખાસ કરીને સરકારી નિર્ણયો અને નીતિઓ સંબંધિત સમાચારો માટે માત્ર અધિકૃત માહિતી પર જ આધાર રાખવો જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

government fact checks instagram ban in india viral claim

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ