બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 09:09 AM, 28 July 2026
1/6
જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે, જે મહત્વપૂર્ણ પરિણામો આપવા માટે જાણીતો છે. તેથી, જ્યારે પણ શનિની ગતિમાં ફેરફાર થાય છે, ત્યારે લોકો તેની સંભવિત અસરને લઈને ચિંતિત થઈ જાય છે. શનિએ 27 જુલાઈ, 2026ના રોજ પોતાની વક્રી ગતિ શરૂ કરી છે, જે 11 ડિસેમ્બર, 2026 સુધી ચાલુ રહેશે. લગભગ 138 દિવસના આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિઓ માટે લાભદાયક પરિણામો મળી શકે છે, જ્યારે અન્ય રાશિના જાતકોએ સાવચેતી રાખવાની જરૂર પડશે. આવો જાણીએ કઇ રાશિઓ પર તેની નકારત્મક પ્રભાવ પડી શકે છે અને તેનાથી ઉચવાના ક્યા ઉપાય છે...
2/6
શનિની વક્રી ગતિ સિંહ રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પડકારજનક સાબિત થઈ શકે છે. હાલમાં શનિ તમારી કુંડળીના આઠમા ભાવમાં બિરાજમાન છે, જે દીર્ઘાયુ અને રહસ્યો સાથે સંબંધિત ભાવ છે. પરિણામે, આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. અનિયમિત ખાવાની આદતો ટાળવી મહત્વપૂર્ણ રહેશે અને નિયમિત તપાસ કરાવવી ફાયદાકારક સાબિત થશે. તમને માનસિક બેચેની કે ભયનો અનુભવ પણ થઈ શકે છે. તેથી, મનને શાંત રાખવાના ઉપાયો અપનાવવા જરૂરી રહેશે.
3/6
કન્યા રાશિના જાતકો માટે, આ સમયગાળો સંબંધો અને ભાગીદારી બાબતે સાવચેતી રાખવાની માંગ કરે છે. શનિ સાતમા ભાવમાં વક્રી છે, જે લગ્ન અને વ્યાવસાયિક ભાગીદારીનું સ્થાન ગણાય છે. પરિણામે, દાંપત્ય જીવનમાં મતભેદો ઊભા થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય કાળજીપૂર્વક વિચાર-વિમર્શ કર્યા પછી જ લેવો જોઈએ. ખાસ કરીને વ્યવસાયને લગતા નિર્ણયોમાં, નુકસાનકારક સાબિત થઈ શકે છે.
4/6
તુલા રાશિના જાતકોએ શનિના આ ગોચર દરમિયાન શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. શનિ હાલમાં છઠ્ઠા ભાવમાં વક્રી અવસ્થામાં છે, જે શત્રુઓ, બીમારી અને સ્પર્ધા સાથે સંબંધિત છે. આ સમયગાળા દરમિયાન, તમારી નજીકની વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે અને વિરોધીઓ સક્રિય થઈ શકે છે. તેથી, તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને કોઈપણ પ્રકારના વિવાદોથી બચવાનો પ્રયત્ન કરો.
5/6
ધનુ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે, આ સમયગાળો પરિવાર અને મિલકત સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાનો છે. શનિ ચોથા ભાવમાં વક્રી છે, જે વ્યક્તિની માતા, ઘર અને વાહન સંબંધિત બાબતોનું સંચાલન કરે છે. આવી સ્થિતિમાં, તમારી માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. જો તમે કોઈ મિલકત કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોય, તો થોડો સમય રાહ જુઓ વધુ સારું રહેશે. કોઈપણ મોટું રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી ફાયદાકારક સાબિત થઈ શકે છે.
6/6
મીન રાશિ માટે, શનિની વક્રી ગતિ શારીરિક અને માનસિક પડકારો લાવી શકે છે. શનિ પ્રથમ ભાવમાં વક્રી છે, જે શરીર અને વ્યક્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમયગાળા દરમિયાન, વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, ખાસ કરીને પગમાં દુખાવો અથવા થાકનો અનુભવ થઈ શકે છે. અભ્યાસ અથવા કારકિર્દીમાં પણ અવરોધો આવી શકે છે. આવી સ્થિતિમાં, ધીરજ રાખવી અને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ