બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુરુ પૂર્ણિમાને લઈને મૂંઝવણ? આજે છે કે કાલે? નોંધી લો પૂજા અને દાનનો શુભ સમય

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / ગુરુ પૂર્ણિમાને લઈને મૂંઝવણ? આજે છે કે કાલે? નોંધી લો પૂજા અને દાનનો શુભ સમય

Last Updated: 08:06 AM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુરુ પૂર્ણિમા હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર તહેવારોમાંનો એક માનવામાં આવે છે. આ દિવસે ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરીને તેમના આશીર્વાદ મેળવવાની પરંપરા છે.

1/7

photoStories-logo

1. ગુરુ પૂર્ણિમાને લઈને મૂંઝવણ?

વર્ષ 2026માં ગુરુ પૂર્ણિમાનો પાવન તહેવાર 29 જુલાઈ, બુધવારે ઉજવવામાં આવશે. આ દિવસે મહર્ષિ વેદ વ્યાસની જન્મજયંતિ પણ મનાવવામાં આવે છે. તેથી ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આવો જાણીએ આ વર્ષની ગુરુ પૂર્ણિમાની સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું ધાર્મિક મહત્વ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ગુરુ પૂર્ણિમા 2026 ક્યારે છે?

દ્રિક પંચાંગ અનુસાર આષાઢ મહિનાની પૂર્ણિમા તિથિનો પ્રારંભ 28 જુલાઈ 2026ના રોજ સાંજે 6 વાગ્યા 18 મિનિટે થશે અને તેનો સમાપન 29 જુલાઈ 2026ના રોજ રાત્રે 8 વાગ્યા 5 મિનિટે થશે. ઉદયતિથિના નિયમ અનુસાર વર્ષ 2026માં ગુરુ પૂર્ણિમાનો તહેવાર 29 જુલાઈ, બુધવારે ઉજવવામાં આવશે. આ દિવસે ગુરુ પૂજન, સ્નાન અને દાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. જાણો ગુરુ પૂર્ણિમાના શુભ મુહૂર્ત

29 જુલાઈના રોજ આખો દિવસ પૂર્ણિમા તિથિ હોવાથી ગુરુ પૂજન માટે દિવસ શુભ માનવામાં આવે છે. સ્નાન અને દાન માટેનો શુભ સમય સવારે 4 વાગ્યા 17 મિનિટથી 4 વાગ્યા 59 મિનિટ સુધી રહેશે. પ્રાતઃકાળની પૂજા માટે સવારે 5 વાગ્યા 40 મિનિટથી 9 વાગ્યા 5 મિનિટ સુધીનો સમય અનુકૂળ રહેશે. અભિજિત મુહૂર્ત બપોરે 12 વાગ્યાથી 12 વાગ્યા 55 મિનિટ સુધી રહેશે જ્યારે સાંજની પૂજા માટે સાંજે 5 વાગ્યા 30 મિનિટથી 7 વાગ્યા 15 મિનિટ સુધીનો સમય શુભ ગણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ગુરુ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ

હિન્દુ પરંપરામાં ગુરુને ભગવાન કરતાં પણ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે આ દિવસે પ્રથમ ગુરુ મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. તેમણે ચારેય વેદોનું વિભાજન કર્યું હતું અને મહાભારત તેમજ અઢાર પુરાણોની રચના કરી હતી. આ દિવસે માત્ર આધ્યાત્મિક ગુરુ જ નહીં પરંતુ માતા-પિતા, શિક્ષકો અને જીવનમાં યોગ્ય માર્ગ બતાવનારા દરેક વ્યક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. ગુરુના આશીર્વાદથી જ્ઞાન, બુદ્ધિ, ભક્તિ અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. આ રીતે કરો ગુરુ પૂર્ણિમાની પૂજા

ગુરુ પૂર્ણિમાના દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ અથવા પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યારબાદ ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ, મહર્ષિ વેદ વ્યાસ અને પોતાના ગુરુનું ચિત્ર સ્થાપિત કરીને રોળી, ચંદન, અક્ષત, પીળા ફૂલ અને ફળ અર્પણ કરવા જોઈએ. ગુરુને પીળા વસ્ત્ર અથવા મીઠાઈનો ભોગ ધરાવવો શુભ માનવામાં આવે છે. જો ગુરુ પ્રત્યક્ષ હાજર હોય તો તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા તેમજ દક્ષિણા અથવા વસ્ત્ર અર્પણ કરવાની પરંપરા છે. આ દિવસે 'ૐ ગુરુભ્યો નમઃ' અથવા પોતાના ગુરુ દ્વારા આપવામાં આવેલા ગુરુમંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ગુરુ વંદના મંત્રનું મહત્વ

ગુરુ પૂર્ણિમાના દિવસે 'ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ। ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ॥' મંત્રનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. આ મંત્રનો અર્થ એવો થાય છે કે ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ મહેશ્વર છે અને ગુરુ જ સાક્ષાત્ પરબ્રહ્મ સ્વરૂપ છે. તેથી એવા શ્રી ગુરુને વારંવાર નમન કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Guru Purnima Muhurat Guru Purnima 2026 Guru Purnima Date
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ