બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / દૂષિત પાણીથી વધ્યો હિપેટાઈટિસનો ખતરો! ભારે વરસાદ બાદ કેસમાં 30%થી વધુ વધારાની આશંકા

ગુજરાત / દૂષિત પાણીથી વધ્યો હિપેટાઈટિસનો ખતરો! ભારે વરસાદ બાદ કેસમાં 30%થી વધુ વધારાની આશંકા

Published By: Nidhi Panchal

Last Updated: 03:34 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ભારે વરસાદ અને પૂર બાદ હવે દૂષિત પીવાના પાણીથી ફેલાતા રોગોનું જોખમ વધ્યું છે. ગેસ્ટ્રો એન્ટ્રોલોજિસ્ટ્સે આગામી દિવસોમાં હિપેટાઈટિસ-એ અને હિપેટાઈટિસ-ઈના કેસમાં વધારો થવાની ચેતવણી આપી છે.

શહેરમાં ગત સપ્તાહે ધોધમાર વરસાદ બાદ ભરાયેલા પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યાં છે, પરંતુ હવે સૌથી મોટો ખતરો દૂષિત પીવાનાં પાણીથી ફેલાતા રોગનો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, બોરવેલ અને પાણીની ટાંકીઓમાં ગંદું પાણી ભળવાની સંભાવનાને કારણે આગામી દિવસોમાં હિપેટાઈટિસ-એ અને હિપેટાઈટિસ-ઈના કેસમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે તેવી ચેતવણી ગેસ્ટ્રો એન્ટ્રોલોજિસ્ટ્સે આપી છે.

dussshit-pani

તબીબોએ ખાસ કરીને વેજલપુર, આંબલી, બોપલ, ઘુમા, શેલા અને સાણંદ સહિત ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત વિસ્તારોના લોકોને પીવાનાં પાણી અંગે વિશેષ સાવચેતી રાખવા અપીલ કરી છે. ટોચના ગેસ્ટ્રો એન્ટ્રોલોજિસ્ટ અને હિપેટોલોજિસ્ટના જણાવ્યા મુજબ દર ચોમાસામાં હિપેટાઈટિસ-એ અને ઈના કેસમાં સરેરાશ ૩૦ ટકા જેટલો વધારો જોવા મળે છે. તેનું મુખ્ય કારણ દૂષિત પીવાનું પાણી, અસ્વચ્છ ખોરાક તેમજ રસ્તા કિનારાનાં ખાણીપીણીનાં સ્ટોલ છે. હાલની પૂરની સ્થિતિના કારણે જો પાણીનું પ્રદૂષણ નિયંત્રિત નહીં થાય તો આ વર્ષે કેસમાં સામાન્ય કરતાં પણ વધુ વધારો થઈ શકે છે. આગામી ૧૦થી ૧૫ દિવસમાં તેની અસર સ્પષ્ટ જોવા મળી શકે છે.

પાણી ઉકાળીને કે શુદ્ધ કરીને જ પીઓ

તબીબો જણાવે છે કે બોપલ, શેલા, ઘુમા અને સાણંદ જેવા વિસ્તારોમાં હજુ પણ અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલાં હોવાથી દૂષિત પાણીનો ખતરો વધુ છે. નિષ્ણાતો લોકોને સલાહ પીવાનું પાણી ઉકાળીને અથવા યોગ્ય રીતે ફિલ્ટર કે ટ્રીટમેન્ટ કર્યા પછી જ ઉપયોગમાં લેવાનું ભારપૂર્વક જણાવે છે, કારણ કે વરસાદી પાણી ઘણી વખત ગટર સાથે ભળી જતું હોય છે. તાવ, ઊલટી, કમળો અથવા ઘાટા પીળા રંગનો પેશાબ જેવાં લક્ષણ જણાય તો વિલંબ કર્યા વગર તબીબી સારવાર લેવી જોઈએ.

આ પણ વાંચો : બહેને જ બહેનને લૂંટી! ડોર લોકનો કોડ મેળવી 50 લાખના દાગીના ચોર્યા, ચોંકાવનારી કબૂલાત

હિપેટાઈટિસ-એ અને ઈનાં મુખ્ય લક્ષણ

  • (ચેપ લાગ્યાના અંદાજે બેથી આઠ અઠવાડિયાંમાં જોવા મળે છે)
  • તાવ.
  • સતત થાક અને નબળાઈ.
  • ભૂખ ન લાગવી.
  • ઊબકા અને ઊલટી.
  • પેટના જમણા ઉપરના ભાગમાં દુખાવો.
  • ગાઢા રંગનો પેશાબ
  • ફિક્કા અથવા માટી જેવા રંગનો મળ.
  • આંખ અને ત્વચા પીળાં પડવાં. (કમળો)
  • કેટલાક દર્દીઓમાં ખંજવાળ.
  • સાંધા અથવા સ્નાયુઓમાં દુખાવો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Contaminated Water Hepatitis E Hepatitis A

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ