બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:22 PM, 31 July 2026
ડિજિટલ સ્માર્ટ લોકથી સુરક્ષિત ફ્લેટ પણ અંદરની વ્યક્તિના વિશ્વાસઘાત સામે બેકાર સાબિત થયો હતો. ઈસનપુર વિસ્તારમાં ૨૭ વર્ષીય યુવતીએ પોતાની નાની ભાણીઓ સાથે વાતચીત દરમિયાન મુખ્ય દરવાજાના ડિજિટલ લોકનો પાસકોડ જાણી લીધો અને તક મળતાં જ સગી બહેનના ફ્લેટમાંથી આશરે રૂ. ૫૦ લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી લીધી. પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરીને સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો છે.
ADVERTISEMENT

પોલીસના જણાવ્યા મુજબ, ૩૬ વર્ષીય ફટાકડાના વેપારી રવિવારે સાંજે પરિવાર સાથે જમવા બહાર ગયા હતા. તેમના ફ્લેટના મુખ્ય દરવાજા પર ડેલ્ટા K-1 ડિજિટલ સ્માર્ટ લોક લાગેલું હતું. રાત્રે આશરે ૧૦.૩૦ વાગ્યે પરિવાર પરત ફર્યો ત્યારે બેડરૂમનું કબાટ ખુલ્લું હતું અને અંદર રાખેલા આશરે રૂ. ૫૦ લાખના દાગીના તથા રોકડ ગાયબ હતાં.
ADVERTISEMENT
પ્રારંભિક તપાસમાં દરવાજો કે બારી તોડવાના કોઈ નિશાન મળ્યા નહોતા. સ્માર્ટ લોક પણ યથાવત્ હોવાથી પોલીસે અનુમાન લગાવ્યું કે ચોરી કરનારને ફ્લેટનો પાસકોડ ખબર હતો. ત્યાર બાદ ફોરેન્સિક ટીમ, ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસની શંકા એ જ એપાર્ટમેન્ટમાં રહેતી વેપારીની ૨૭ વર્ષીય સાળી પર ગઈ હતી. પૂછપરછમાં યુવતીએ ગુનો કબૂલ્યો હતો.
ADVERTISEMENT
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી યુવતીએ પોતાની નાની ભાણીઓ સાથે સામાન્ય વાતચીત દરમિયાન ચતુરાઈથી સ્માર્ટ લોકનો પાસકોડ જાણી લીધો હતો. તેને કબાટની ચાવી ક્યાં રાખવામાં આવે છે તેની પણ જાણ હતી. પરિવાર બહાર જતાં તેણે પાસકોડ નાખીને ફ્લેટમાં પ્રવેશ કર્યો, કબાટ ખોલીને દાગીના અને રોકડની ચોરી કરી અને કોઈ તોડફોડ કર્યા વગર ત્યાંથી નીકળી ગઈ.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી યુવતીએ પૂછપરછમાં જણાવ્યું કે તેની માતા પર એક ફાઇનાન્સ કંપનીનું રૂ. ૧૪ લાખનું દેવું હતું. આ દેવું ચૂકવવા માટે તેણે સમગ્ર ચોરીનું કાવતરું રચ્યું હતું. ચોરી કર્યા બાદ આરોપીએ દાગીનાથી ભરેલી બેગ લાલ દરવાજા ખાતે તેના પુરુષ મિત્રને સોંપી હતી. ત્યારબાદ બંને લો ગાર્ડન તરફ ગયાં હતાં. આરોપીની કબૂલાતના આધારે પોલીસે ચોરાયેલા તમામ દાગીના, રોકડ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ સ્કૂટર કબજે કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.