બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / LPGને લઇ કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય! અમેરિકાથી આવ્યા મોટા સમાચાર
Last Updated: 05:11 PM, 28 July 2026
ભારત પોતાની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી એક મોટો નીતિગત બદલાવ કરવા જઈ રહ્યું છે. મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) દેશો પર નિર્ભરતા ઘટાડવા, ગેસ સપ્લાયને અવિરત રાખવા અને અમેરિકા સાથે પ્રસ્તાવિત ટ્રેડ ડીલ (વેપાર કરાર) ને ઝડપી બનાવવા માટે ભારત સરકાર વર્ષ 2027 થી દેશની કુલ LPG આયાતનો 25% હિસ્સો અમેરિકા પાસેથી ખરીદવાનું આયોજન કરી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ચાલુ વર્ષે ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સામુદ્રધુની (Strait of Hormuz) માં સપ્લાય ખોરવાઈ જવાના કારણે ભારતને રસોઈ ગેસની ભારે અછતનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે સરકારે સ્થાનિક ગ્રાહકો સુધી LPG નો પુરવઠો જાળવી રાખવા માટે ઉદ્યોગોમાં વપરાતા પેટ્રોકેમિકલ ફીડસ્ટોકને પણ ઘરેલું ગેસ સપ્લાય તરફ વાળવો પડ્યો હતો.

ADVERTISEMENT
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો કાચા તેલનો આયાતકાર અને વપરાશકાર દેશ છે.
ADVERTISEMENT
વર્ષ 2025 ના આંકડા: સરકારી આંકડા મુજબ, વર્ષ 2025 માં ભારતે લગભગ 2.18 કરોડ ટન LPG ની આયાત કરી હતી, જેમાં આશરે 90% ગેસ મિડલ ઈસ્ટના દેશોમાંથી આવ્યો હતો.
આયાત પર નિર્ભરતા: દેશમાં વપરાતા કુલ LPG નો આશરે 66% હિસ્સો આયાત દ્વારા જ પૂરો કરવામાં આવે છે. આ જ કારણ છે કે કોઈપણ ભૂ-રાજકીય તણાવની સીધી અસર ભારતની ગેસ સપ્લાય પર પડે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) આગામી 1 થી 2 મહિનાની અંદર અમેરિકા પાસેથી વર્ષ 2027 માટે LPG ખરીદવા ટિન્ડર બહાર પાડી શકે છે. આ ઉપરાંત, આ સરકારી કંપનીઓનું એક પ્રતિનિધિમંડળ આવતા મહિને અમેરિકાની મુલાકાત લઈને ગેસ પુરવઠા અંગે સીધી ચર્ચા પણ કરશે.

ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે:
ભારતે નજીકના ભવિષ્યમાં અમેરિકા પાસેથી ઊર્જા ખરીદી 10 અબજ ડોલરથી વધારીને 25 અબજ ડોલર સુધી લઈ જવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. બંને દેશોએ વર્ષ 2030 સુધીમાં 500 અબજ ડોલરના દ્વિપક્ષીય વેપારનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જૂન 2026 માં પહેલીવાર અમેરિકાથી 10 લાખ ટનથી વધુ LPG આયાત કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે અમેરિકાથી થતી આયાત અગાઉથી નક્કી કરેલા 22 લાખ ટનના વાર્ષિક લક્ષ્યાંકને પણ વટાવી જાય તેવી શક્યતા છે.

મિડલ ઈસ્ટથી ઓછો સપ્લાય મળવાને કારણે ભારતની વપરાશ પર પણ અસર પડી હતી. જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન દેશમાં LPG નો વપરાશ 8% ઘટીને 1.47 કરોડ ટન રહ્યો હતો, જ્યારે આયાત 28% ઘટીને 75 લાખ ટનની આસપાસ પહોંચી ગઈ હતી. નિષ્ણાતોના મતે, સપ્લાય સામાન્ય થતાં જ વર્ષ 2027 માં ભારતની LPG આયાત વધીને લગભગ 2 કરોડ ટન સુધી પહોંચી શકે છે, જ્યારે સ્થાનિક માંગ વધીને 3.1 કરોડ ટન રહેવાનો અંદાજ છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ સંસદમાં જણાવ્યું હતું કે, ભારત LPG આયાતના સ્ત્રોતોમાં વૈવિધ્ય (Diversification) લાવી રહ્યું છે જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રાદેશિક સંકટ કે ભૂ-રાજકીય ઘટનાઓને કારણે ગેસ પુરવઠો ખોરવાય નહીં. સરકારનું માનવું છે કે અલગ-અલગ દેશોમાંથી LPG ખરીદવાની આ રણનીતિ ભારતની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.