બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ચોમાસામાં કેટલા ટેમ્પરેટર પર AC ચલાવવું યોગ્ય? આ રીતે બચો ભારે ભરખમ બિલથી

તમારા કામનું / ચોમાસામાં કેટલા ટેમ્પરેટર પર AC ચલાવવું યોગ્ય? આ રીતે બચો ભારે ભરખમ બિલથી

Published By: Nirav Kumar

Last Updated: 09:07 PM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે મોનસૂનમાં એસી યુઝ કરતા હોવ તો તેને અમુક ડિગ્રીથી નીચે ન રાખો. તેનાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે અને બિલ પણ ઓછું આવશે.

વરસાદની સીઝનમાં ઉમસ અને ગરમીથી રાહત મેળવવા માટે ઘણા લોકો રાત્રે આખી રાત એસી ચલાવી રાખે છે. પરંતુ એક તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ રીતે એસી વાપરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આથી મોનસૂનમાં એસી ચલાવતા પહેલા તેનું તાપમાન અને મોડ બંનેનું ધ્યાન રાખવું જરૂરી છે. તેનાથી તમારી તબિયત સારી રહેશે અને વીજળીનું બિલ પણ કંટ્રોલમાં રહેશે.

એક્સપર્ટ્સ અનુસાર, એસીને ક્યારેય 24 ડિગ્રીથી નીચે ન રાખવો જોઈએ. ગરમીમાં ઝડપથી રૂમ ઠંડો કરવા માટે લોકો 16-18 ડિગ્રી પર ચલાવે છે, પરંતુ તે માત્ર થોડા સમય માટે જ સારું લાગે છે. ડિગ્રી નીચે કરવાથી વીજળીનો વપરાશ વધે છે. મોનસૂનમાં બહારની ભેજને ધ્યાનમાં રાખીને એસીનું તાપમાન 26 ડિગ્રીથી નીચે ન રાખવું જોઈએ.

જો તમે રાત્રે એસી ચલાવતા હો તો તેને અમુક કલાક બાદ બંધ કરી દેવું જોઈએ. રિમોટમાં આપેલા ટાઈમરનો ઉપયોગ કરીને તમે એવી સીસ્ટમ કરી શકો છો. જેમાં તમે સૂઈ જાઓ પછી એસી ઓટોમેટીક બંધ થઈ જાય.

  • કયા મોડમાં ચલાવવું બેસ્ટ?

મોડર્ન એસીમાં અલગ-અલગ મોડ આવેલા હોય છે. જેમાં મોનસૂનમાં ઓટો મોડમાં એસી ચલાવવું સૌથી વધુ ફાયદાકારક મનાય છે. આ મોડમાં એસી ઓટોમેટીક જ વાતાવરણ અનુસાર કૂલિંગ એડજસ્ટ કરે છે. જ્યારે રૂમ ઠંડો થઈ જાય છે ત્યારે કોમ્પ્રેસર ઓટોમેટીક બંધ થઈ જાય છે. જેથી વીજળી બચે છે અને સ્વાસ્થ્યને પણ નુકસાન થતું નથી.

વધુ વાંચો : Monsoon AC Tips: ચોમાસામાં AC ચલાવતા કરો છો આ ભૂલ? જાણો વરસાદની સિઝનમાં AC વાપરવાની યોગ્ય રીત

  • મેન્ટેનન્સ પણ જરૂરી

મોનસૂનમાં એસીની સાફસફાઈનું વિશેષ ધ્યાન રાખો. જેમાં ફિલ્ટરને નિયમિત સાફ કરતા રહો જેથી ધૂળ-માટી જમા ન થાય અને તમને સ્વચ્છ અને તાજી હવા મળે. કૂલિંગ કોઇલ પણ સાફ રાખો, જેથી કોમ્પ્રેસર પર વધારાનો ભાર ન પડે અને વીજળી પણ બચે.

સંકળાયેલા મુદ્દાઓ

AC running electricity bil rainy season

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ